દીકરાનું નામ વિરાટ પાડ્યું અને નામકરણ કર્યું RCB સ્ટાઇલમાં

11 April, 2026 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના એક ક્રિકેટપ્રેમી યુગલે દીકરાનું નામ વિરાટ રાખ્યું હતું. એ તો ઠીક, નામકરણ પણ એકદમ IPL શો હોય એમ RCB સ્ટાઇલમાં કર્યું હતું. ક્રિકેટ અને ક્રિકેટર્સ ભારતીયોની જિંદગીમાં કેટલું મહત્ત્વ ધરાવે છે એનો નમૂનો એક સોશ્યલ મીડિયા રીલમાં જોવા મળે છે.

દીકરાનું નામ વિરાટ પાડ્યું અને નામકરણ કર્યું RCB સ્ટાઇલમાં

મહારાષ્ટ્રના એક ક્રિકેટપ્રેમી યુગલે દીકરાનું નામ વિરાટ રાખ્યું હતું. એ તો ઠીક, નામકરણ પણ એકદમ IPL શો હોય એમ RCB સ્ટાઇલમાં કર્યું હતું. ક્રિકેટ અને ક્રિકેટર્સ ભારતીયોની જિંદગીમાં કેટલું મહત્ત્વ ધરાવે છે એનો નમૂનો એક સોશ્યલ મીડિયા રીલમાં જોવા મળે છે. આ યુગલે દીકરાનું નામ વિરાટ રાખ્યું હતું અને નામનું અનાવરણ RCBની જર્સીના સહારે કર્યું હતું. પડદો હટાવતાં જ RCBની જર્સી દેખાય છે અને એના પર ૧૮ નંબરની વિરાટની જર્સી હોય છે. લોકોને આ ક્રીએટિવિટી બહુ પસંદ આવી. બસ, હવે દીકરાને વિરાટની જેમ ક્રિકેટ પસંદ આવે તો સારું.

maharashtra news maharashtra offbeat news IPL 2026 cricket news virat kohli royal challengers bangalore