પંચાયતની ચૂંટણી લડવા માટે ૨૦ લાખ રૂપિયામાં પંચાયત જ ગીરવી મૂકી દીધી

22 May, 2025 01:31 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

પંચાયતનો સિક્કો અને ચેકબુકથી લઈને દસ્તાવેજો પણ તેમણે શાહુકારને સોંપી દીધાં હતાં

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

મધ્ય પ્રદેશના કરોદ ગામમાં પંચાયતની મહિલા સરપંચ લક્ષ્મીબાઈ અને પંચ રણવીર સિંહે પંચાયતની ચૂંટણી લડવા માટે લોન પર પૈસા લઈને પંચાયતની ઑફિસ ગીરવી મૂકી દીધી હતી. પંચાયતનો સિક્કો અને ચેકબુકથી લઈને દસ્તાવેજો પણ તેમણે શાહુકારને સોંપી દીધાં હતાં. આ મામલો બહાર આવતાં જિલ્લા પ્રશાસને સરપંચ અને પંચને બરખાસ્ત કરી દીધાં હતાં.

madhya pradesh bhopal offbeat news national news news