તમે ખાતાં થાકી જશો, આ શેફ ઢોસા બનાવતાં થાક્યો નહીં

28 October, 2024 04:36 PM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

નાગપુરના સેલિબ્રિટી ‌શેફ વિષ્ણુ મનોહરે ૨૪ કલાકમાં નૉન-સ્ટૉપ ઢોસા બનાવવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવવાના ભાગરૂપે રવિવારથી લઈને ગઈ કાલે રાતે આઠ વાગ્યા સુધીમાં ૬૦૦૦થી વધુ ઢોસા બનાવ્યા હતા.

નાગપુરના સેલિબ્રિટી ‌શેફ વિષ્ણુ મનોહર

નાગપુરના સેલિબ્રિટી ‌શેફ વિષ્ણુ મનોહરે ૨૪ કલાકમાં નૉન-સ્ટૉપ ઢોસા બનાવવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવવાના ભાગરૂપે રવિવારથી લઈને ગઈ કાલે રાતે આઠ વાગ્યા સુધીમાં ૬૦૦૦થી વધુ ઢોસા બનાવ્યા હતા. નાગપુરના ગિરીશ ગાંધી ખુલે રંગ મંચ દ્વારા વિષ્ણુજી કી રસોઈમાં આ ઇવેન્ટ શરૂ થઈ હતી. અહીં લોકોને ફ્રીમાં ઢોસા ખવડાવવામાં આવ્યા હતા અને શેફ વિષ્ણુ મનોહરે ૨૪ કલાક સુધી નૉન-સ્ટૉપ ઢોસા બનાવ્યા હતા. ઢોસા સાથે ખાવા માટે ૧૦૦૦ કિલો ચટણી બનાવવામાં આવી હતી. સાથે જ હિન્દી અને મરાઠી ગીતો, ગઝલો, ભજન અને સ્ટૅન્ડ-અપ કૉમેડી પણ ચાલતી હતી.

nagpur guinness book of world records indian food offbeat news news mumbai