લદ્દાખમાં ૧૧,૫૦૦ ફુટની ઊંચાઈએ આવેલા આ થિયેટરમાં ઍક્ટર્સનો અવાજ થોડો બદલાઈ જાય છે

13 May, 2026 12:02 PM IST  |  Ladakh | Gujarati Mid-day Correspondent

આ વિશ્વમાં સૌથી ઊંચી ટોચ પર આવેલા આ થિયેટરની મુલાકાત લેનારા અમુક યુઝર્સે સોશ્યલ મીડિયા પર તેમનો અનુભવ જણાવ્યો હતો

લદ્દાખમાં સમુદ્રની સપાટીથી અંદાજે ૧૧,૫૦૦ ફુટની ઊંચાઈએ PVR INOX

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં સમુદ્રની સપાટીથી અંદાજે ૧૧,૫૦૦ ફુટની ઊંચાઈએ PVR INOX દ્વારા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થિયેટર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં તમે મુંબઈમાં જ જોયેલું મૂવી જુઓ તો ઍક્ટર્સનો અવાજ સાવ જુદો જ લાગે છે.

આ વિશ્વમાં સૌથી ઊંચી ટોચ પર આવેલા આ થિયેટરની મુલાકાત લેનારા અમુક યુઝર્સે સોશ્યલ મીડિયા પર તેમનો અનુભવ જણાવ્યો હતો. જોકે સાયન્સ કહે છે કે ઊંચાઈ પર હવાનું દબાણ ઓછું હોવાને કારણે અવાજની ગતિ અને એની ગુણવત્તા પર અસર પડે છે, જેને ધ્યાનમાં રાખીને અહીં ખાસ પ્રકારની ઑડિયો-સિસ્ટમ ગોઠવવામાં આવી છે. એમ છતાં વાતાવરણની થોડીક અસર તો સાઉન્ડમાં જોવા મળે જ છે. ઍક્ટર્સનો અવાજ થોડો ફ્લૅટ અને ઘેરો લાગે છે. અમુક યુઝર્સે તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ પણ કરી હતી. એમ છતાં આ સુંદર લોકેશન પર મૂવીની મજા માણવાનો ચાન્સ મળે તો છોડાય નહીં.

ladakh box office offbeat news national news news