નર્સરીમાં પેરન્ટ ઓરિયન્ટેશન ફી ૮૪૦૦ રૂપિયા

25 October, 2024 03:29 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર-સિનિયર કેજી જેવી સ્કૂલમાં બાળકોનો પ્રવેશ મેળવવા માટેની ફી સાંભળીને ભલભલાં માતાપિતાને પરસેવો છૂટી જાય છે.

પેરન્ટ ઓરિયન્ટેશન ફી

શાળાને વિદ્યાનું મંદિર કહેવાને બદલે હવે ધીકતો ધંધો કહેવું પડે એવા દિવસ આવી ગયા છે. પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર-સિનિયર કેજી જેવી સ્કૂલમાં બાળકોનો પ્રવેશ મેળવવા માટેની ફી સાંભળીને ભલભલાં માતાપિતાને પરસેવો છૂટી જાય છે. ‘એક્સ’માં સ્ટૅન્ડઅપ કૉમેડિયન અને ENT સર્જ્યન ડૉ. જગદીશ ચતુર્વેદીએ એક સ્કૂલના નર્સરી માટેના ફી સ્ટ્રક્ચરના ફોટો સાથે આવી જ એક પોસ્ટ મૂકી છે. આંકડા વાંચીને આંખ પહોળી થઈ જાય એવા આંકડા છે. ઍડ્મિશન-ફી જ ૫૫,૬૩૮ રૂપિયા છે અને પેરન્ટ ઓરિયન્ટેશન ફી ૮૪૦૦ રૂપિયા લખી છે. તેમણે કટાક્ષ પણ કર્યો છે કે જે માતાપિતા સ્વેચ્છાએ આટલી રકમ આપશે તે આના પચીસ ટકા જેટલી રકમ પણ ડૉક્ટર પાછળ ખર્ચવામાં સંકોચ રાખશે. તેમણે ‘હું સ્કૂલ શરૂ કરવાનું વિચારું છું’ એવી હળવી મજાક પણ કરી છે. જોકે આ પોસ્ટથી સોશ્યલ મીડિયામાં આડેધડ ફી વસૂલતી સ્કૂલો સામે ખાસ્સો વિરોધ જોવા મળ્યો છે.

Education social media national news news offbeat news