BSFના પ્લેનમાંથી બનશે હોટેલ

18 October, 2025 02:03 PM IST  |  Ujjain | Gujarati Mid-day Correspondent

બે દિવસ પહેલાં જ આ વિમાનના વિવિધ હિસ્સાઓને ટ્રકમાં લાદીને ઉજ્જૈન લાવવામાં આવ્યા હતા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ભારતના ફાઇટર જેટની ચર્ચા માત્ર આસમાનમાં જ નથી, જમીન પર પણ થઈ રહી છે. એક સમયે યુદ્ધમાં વપરાયેલું પ્લેન જે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF) માટે કામ કરતું હતું એ હવે રિટાયર થયા પછી ઉજ્જૈનમાં લક્ઝરી હોટેલમાં તબદીલ થઈ રહ્યું છે. બે ભાઈઓનું સપનું છે કે BSFના પ્લેનને આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવે. ટ્રક પર લદાયેલું એ હવાઈ જહાજ હવે હવામાં નહીં ઊડે, કેમ કે ઉજ્જેનના બે ભાઈઓએ એ પ્લેનને ભંગાર તરીકે ખરીદી લીધું છે. બે દિવસ પહેલાં જ આ વિમાનના વિવિધ હિસ્સાઓને ટ્રકમાં લાદીને ઉજ્જૈન લાવવામાં આવ્યા હતા અને ગ્રાઉન્ડમાં ફરીથી એમાંથી પ્લેન જેવો શેપ બનાવવામાં આવ્યો હતો. હવે આ પ્લેનની અંદર લક્ઝરી હોટેલ બનાવવામાં આવશે.

ujjain Border Security Force offbeat news national news news