08 November, 2025 09:25 PM IST | Ujjain | Gujarati Mid-day Correspondent
અનોખો ગધેડામેળો: સલમાન, શાહરુખ, તેજસ્વી, ઓવૈસી નામના ગધેડા વેચાય છે
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં દર વર્ષે કારતક મહિનામાં ગધેડાઓનો મેળો ભરાય છે. આ વર્ષે પણ મેળો શરૂ થયો છે. શિપ્રા નદીના કિનારે થતા આ મેળાનો પ્રારંભ ગધેડાઓને ગુલાબજાંબુ ખવડાવીને અને પૂજા-અર્ચના કરીને થાય છે. જોકે વધુ એક આકર્ષણ છે અહીંના ગધેડાઓનાં નામ. અહીં ગધેડાના માલિકો જાણીતી હસ્તીઓના નામ પર ગધેડાનું નામ પાડે છે. આ વર્ષે દેશભરનાં વિભિન્ન રાજ્યોમાંથી ૫૦૦થી વધુ ગધેડા અને ૨૦૦ જેટલા ઘોડા અહીં વેચાવા આવ્યા છે. એમનાં અનોખાં નામ છે સલમાન, શાહરુખ, ઐશ્વર્યા, પુષ્પા, તેજસ્વી, ઓવૈસી. ગધેડાની કિંમત ૪૦૦૦થી ૧૫,૦૦૦ રૂપિયા જેટલી છે.