06 July, 2025 03:28 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પગમાં પહેરવાનાં જૂતાંમાં નાગ અને નાગણની ડિઝાઇન બનાવી
કહેવાય છે કે નાગ અને નાગણનું જોડું સાથે જોવા મળે તો બહુ શુભ કહેવાય. કદી એ જોડીને છંછડેવી નહીં. જોકે નાગ અને નાગણના જોડાની વાતને કોઈ ફૅશન-ડિઝાઇનરે જરા વધુ જ ગંભીરતાથી લઈ લીધી હોય એવું લાગે છે. ડિઝાઇનરે ખરેખર જોડાં એટલે કે પગમાં પહેરવાનાં જૂતાંમાં નાગ અને નાગણની ડિઝાઇન બનાવી છે. લગભગ ઘૂંટણ સમાણા લેધર બૂટની આગળની તરફ જાણે નાગ ફેણ કાઢીને ઊભો હોય એવું લાગે છે. આ જૂતાં પરનો કલર પણ સાપ જેવો જ કર્યો છે એને કારણે સાપ હલતો હોય એવું લાગે.
બ્લેડ આર્ટ
મોહરમ આજે છે ત્યારે મુસ્લિમ ભાઈઓ તાજિયા બનાવવામાં વ્યસ્ત છે. જોકે પશ્ચિમ બંગાળના નદિયા ગામમાં એક આર્ટિસ્ટે રેઝરમાં વપરાતી બ્લેડની મદદથી તાજિયાની મિની પ્રતિકૃતિ બનાવી હતી. તાજિયામાં ઇમામ હુસેનના મકબરાની રેપ્લિકા બનાવાતી હોય છે. આ કલાકારે એનું હલકું-ફૂલકું અને ટચૂકડું સ્વરૂપ ધારદાર બ્લેડને વાળીને અને ઉપરાઉપરી ગોઠવીને તૈયાર કર્યું છે.