27 July, 2026 05:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્શદીપ સિંહ અને સમરીન કૌર
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ગઈ કાલે એક ચોંકવનારી પોસ્ટ શૅર કરી હતી. સામાન્ય રીતે રમૂજી પોસ્ટ શૅર કરતા ૨૭ વર્ષના અર્શદીપ સિંહે રોમૅન્ટિક પોસ્ટ શૅર કરી હતી. અર્શદીપ સિંહ હાલમાં ઝિમ્બાબ્વે ટૂરનો ભાગ નથી.
IPL 2026થી સાથે દેખાતી સમરીન કૌર સાથેના બે ફોટો શૅર કરીને અર્શદીપ સિંહે લખ્યું હતું, ‘માય પર્સન’. જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં જન્મેલી આ ૨૬ વર્ષની ઍક્ટ્રેસ અને મૉડલ સમરીન ‘83’ અને ‘નેઇલ પૉલિશ’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.