પાકિસ્તાનની કારમી હાર બાદ બન્ને દેશના ક્રિકેટ નિષ્ણાતો-ફૅન્સે કર્યા શાબ્દિક પ્રહાર

16 September, 2025 11:35 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે કહ્યું કે, આ વખતે વર્ષો પછી પહેલી વાર મને લાગ્યું કે આ પાકિસ્તાની ટીમ નથી, પરંતુ કોઈ પોપટવાડી ટીમ છે

હાર બાદ હતાશ પાકિસ્તાનની ટીમ

હું ૧૯૬૦થી પાકિસ્તાની ટીમ જોઈ રહ્યો છું જ્યારે હું હનીફ મોહમ્મદસાહેબને જોવા માટે ચર્ચગેટ સ્ટેશનથી બ્રેબર્ન સ્ટેડિયમ દોડતો જતો હતો. આ વખતે વર્ષો પછી પહેલી વાર મને લાગ્યું કે આ પાકિસ્તાની ટીમ નથી, પરંતુ કોઈ પોપટવાડી ટીમ છે.
- ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકર

આ પાકિસ્તાનની મૅચ બિલકુલ નહોતી. તેમની બૅટિંગમાં કોઈ ખાસ તાકાત નહોતી. એવું લાગે છે કે પાકિસ્તાન ખૂબ જ નબળી ટીમ છે.
- ભારતનો ભૂતપૂર્વ ક્રિકેટર મદનલાલ

પાકિસ્તાને ભારત સામે ૬૩ ડૉટ-બૉલ રમ્યા એટલે કે ૧૦ ઓવરથી વધુ ડૉટ-બૉલ. એ જોઈને દુઃખ થાય છે કે આવા પ્રતિભાશાળી પ્લેયર્સ હરીફ બોલરો અને પરિસ્થિતિને સમજવામાં નિષ્ફળ ગયા. દરેક પ્લેયર ૧૫૦ના સ્ટ્રાઇક રેટથી બૅટિંગ કરવા પાછળ દોડી રહ્યો હતો.
- પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ

સૅમ અયુબે પહેલા બૉલથી શાંત રહીને પરિસ્થિતિ અનુસાર રમવું જોઈએ. પહેલા બૉલથી શાહિદ આફ્રિદી બનવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.
- પાકિસ્તાનનો ભૂતપૂર્વ કૅપ્ટન શાહીદ આફ્રિદી

પાકિસ્તાની પ્લેયર્સ T20 ક્રિકેટમાં જૂના જમાનાનું આઉટડેટેટ ક્રિકેટ રમી રહ્યા છે.
- ભારતનો ભૂતપૂર્વ સ્પિનર આર. અશ્વિન 

પાકિસ્તાની ફૅન્સની કેટલીક રસપ્રદ કમેન્ટ

- પાકિસ્તાની ફૅન્સ તરીકે હું કહીશ કે ભારત પાકિસ્તાન સામેની આગામી મૅચનો બૉયકૉટ કરે જેથી પાકિસ્તાન ફાઇનલ માટે ક્વૉલિફાય થાય. હું રિક્વેસ્ટ કરું છું.

- પાકિસ્તાને વધારે પ્રૅક્ટિસની જરૂર છે. બચ્ચા હતા અને બચ્ચા જ રહી ગયા. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ લીધી એ સૌથી મોટી ભૂલ હતી.

- અમે સ્ટેડિયમમાં આવીને અમારી ટીમનો ઉત્સાહ વધારવા માટે પૈસા ખર્ચ્યા છે. બદલામાં અમને કંઈક આપવાનું તેમનું કામ હતું. તેઓ વર્ષોથી પ્રૅક્ટિસ કરી રહ્યા છે. જો પ્રૅક્ટિસ કરવાની વાત હોત તો તેઓ જીતી ગયા હોત. આ ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસની વાત છે.

t20 asia cup 2025 asia cup pakistan india indian cricket team team india cricket news sports sports news sunil gavaskar wasim akram shahid afridi ravichandran ashwin