Asian Games 2026માં કટ્ટર હરીફો ભારત અને પાકિસ્તાનની નહીં હોય એકપણ ક્રિકેટ મેચ?

24 July, 2026 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Asian Games 2026 Cricket Schedule announced: એશિયન ગેમ્સ માટે ક્રિકેટ શેડ્યૂલ જાહેર; ભારત-પાકિસ્તાન ટક્કરની માત્ર એક જ સંભાવના! પુરુષોની આ ટુર્નામેન્ટ ૨૪ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર દરમિયાન યોજાશે. આઈચી પ્રીફેક્ચરના કોરોગી એથ્લેટિક પાર્ક ખાતે રમાશે

આ ટુર્નામેન્ટ માટે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની કમાન શ્રેયસ અય્યર સંભાળશે

આઇચી-નાગોયા (Aichi-Nagoya) ૨૦૨૬ એશિયાઈ રમતોત્સવ (Asian Games 2026) માટે ક્રિકેટ સ્પર્ધાનો સત્તાવાર ડ્રો ગુરુવારે જાહેર કરવામાં આવ્યો હતો. આ ડ્રો બાદ વર્તમાન ક્રિકેટ ચેમ્પિયન ભારતની પુરુષ અને મહિલા ટીમોના અભિયાનનું ચિત્ર સ્પષ્ટ (Asian Games 2026 Cricket Schedule announced) થઈ ગયું છે.

જાપાન (Japan)ના આઇચી-નાગોયામાં યોજાનાર એશિયન ગેમ્સ ૨૦૨૬ (Asian Games 2026) માટે પુરુષ અને મહિલા ક્રિકેટ સ્પર્ધાના ડ્રોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પુરુષોના વર્ગમાં કુલ ૧૦ ટીમો અને મહિલાઓના વર્ગમાં આઠ ટીમો ભાગ લેશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશે સીધા જ નોકઆઉટ (ક્વાર્ટરફાઇનલ) સ્ટેજમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે બાકીની ૬ ટીમો પ્રથમ રાઉન્ડમાં રમાશે. ખાસ વાત એ છે કે ભારતની પુરુષ અને મહિલા બંને ટીમો આ સ્પર્ધામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારતીય મહિલા ટીમ પોતાના ખિતાબનું રક્ષણ કરવાના અભિયાનની શરૂઆત યજમાન જપાન સામે કરશે, જ્યારે પુરુષ ટીમને સીડિંગના આધારે સીધા જ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મળ્યું છે.

પુરુષ ક્રિકેટમાં ૧૦ ટીમો વચ્ચે ટક્કર, ૨૪ સપ્ટેમ્બરથી શરૂઆત

જપાનના આઇચી-નાગોયા (Aichi-Nagoya) ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં પુરુષોની ક્રિકેટ મેચોની શરૂઆત ૨૪ સપ્ટેમ્બરથી થશે. આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે અને તેને પૂર્ણ આંતરરાષ્ટ્રીય મેચનો દરજ્જો મળશે, જે યુવા ખેલાડીઓ માટે શ્રેષ્ઠ તક છે.

પ્રથમ રાઉન્ડના ગ્રુપ:

ગ્રુપ A: નેપાળ, જપાન અને અફઘાનિસ્તાન

ગ્રુપ B: મલેશિયા, ઓમાન અને હોંગકોંગ

નોકઆઉટ ક્વોલિફિકેશન: બંને ગ્રુપમાંથી ટોચની બે-બે ટીમો (કુલ ચાર ટીમો) ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ કરશે.

ભારત-પાકિસ્તાન સામસામે ક્યારે આવી શકે?

ભારત અને પાકિસ્તાન બંને સીધા ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યા હોવાથી, ડ્રો મુજબ આ બંને પરંપરાગત હરીફો વચ્ચે આખી ટુર્નામેન્ટમાં માત્ર એક જ વાર ટક્કર થઈ શકે છે. બંને ટીમો સેમિફાઇનલમાં અથવા ફાઇનલમાં સામસામે આવી શકે છે. ત્યારે જ રસપ્રદ મુકાબલો જોવા મળશે.

પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૪ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર દરમિયાન યોજાશે. આ તમામ મેચો T20 ફોર્મેટમાં આઇચી પ્રાંતના કોરોગી એથલેટિક પાર્ક (Korogi Athletic Park) ખાતે રમાશે અને તેને પૂર્ણ આંતરરાષ્ટ્રીય દરજ્જો પ્રાપ્ત થશે.

આ ટુર્નામેન્ટ માટે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની કમાન શ્રેયસ અય્યર (Shreyas Iyer) સંભાળશે, જ્યારે તિલક વર્મા (Tilak Verma) વાઇસ કેપ્ટન ની ભૂમિકા ભજવશે. જાહેર કરાયેલી ૧૫ સભ્યોની ભારતીય ટીમમાં યુવા અને ઉભરતા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી (Vaibhav Sooryavanshi)ને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

મહિલા ક્રિકેટની સીધી ક્વાર્ટરફાઇનલથી શરૂઆત, ભારતનો સામનો જપાન સામે

મહિલા ક્રિકેટ સ્પર્ધાની શરૂઆત સીધી ક્વાર્ટરફાઇનલથી થશે. પ્રથમ રાઉન્ડની મેચો વિજેતા નક્કી કરશે જે સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.

ક્વાર્ટરફાઇનલ મેચો:

ભારત vs જપાન

બાંગ્લાદેશ vs ચીન

પાકિસ્તાન vs થાઇલેન્ડ

શ્રીલંકા vs મલેશિયા

ક્વાર્ટરફાઇનલમાં જીતનારી ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે અને મેડલ માટે દાવેદારી નોંધાવશે.

asian games japan cricket news sports sports news indian cricket team team india indian womens cricket team pakistan