03 September, 2025 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિરાટ કોહલીની ફાઈલ તસવીર
ઇન્ડિયન પ્રમિયર લીગ (Indian Premiere League)ની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru)ની આઇપીએલ (IPL) ટાઇટલની રાહ ૧૮ વર્ષ પછી ગત સિઝન આઇપીએલ ૨૦૨૫ (IPL 2025)માં 3 જૂનના રોજ સમાપ્ત થઈ હતી. જ્યારે તેમણે પંજાબ કિંગ્સ (Punjab Kings)ને છ રનથી હરાવીને પોતાનું પહેલું ટાઇટલ જીત્યું. આ ખુશીના પ્રસંગને તેમના ચાહકો સાથે ઉજવવા માટે, ફ્રેન્ચાઇઝીએ બેંગલુરુ (Bengaluru)ના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. Chinnaswamy Stadium) ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવાની યોજના બનાવી હતી. જોકે, આ ઉજવણી એક અણધારી દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ હતી, કારણ કે સ્ટેડિયમની બહાર એક જીવલેણ ભાગદોડ (Bengaluru Stampede) મચી ગઈ. આ ભાગદોડમાં ૧૧ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૫૦ જેટલા લોકો ઘાયલ થયા હતા. જે ક્ષણ RCB અને તેના ખેલાડીઓ માટે સૌથી મોટી સિદ્ધિ હોવી જોઈતી હતી, તે દુઃખ અને શોકના દિવસમાં ફેરવાઈ ગઈ. હવે આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ મામલે પોતાની પહેલી પ્રતિક્રિયા (RCB’s Virat Kohli breaks silence) આપી છે.
ફ્રેન્ચાઇઝી રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુના સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) એકાઉન્ટ પર શેર કરેલા સંદેશમાં, વિરાટ કોહલીએ તે આ ઘટના બાબતે દુખી હોવાનું અને ફેન્સની સાથે હોવાનું કહ્યું છે. આરસીબી (RCB)ના પોસ્ટમાં લખ્યું છે કે, ‘જીવનમાં કંઈ પણ તમને ૪ જૂનના રોજ થયેલા હૃદયભંગ માટે તૈયાર કરતું નથી. આપણી ફ્રેન્ચાઇઝીના ઇતિહાસનો સૌથી ખુશ દિવસ એક દુર્ઘટનામાં ફેરવાઈ ગયો. હું સતત તે પરિવારો માટે વિચારી રહ્યો છું અને પ્રાર્થના કરી રહ્યો છું જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા અને ઘાયલ થયેલા એ ચાહકો માટે પણ. તમારું નુકસાન હવે અમારી વાર્તાનો ભાગ છે. આપણે બધા સાથે મળીને આગળ વધીશું... કાળજી, આદર અને જવાબદારી સાથે.’
રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આજે સવારે આ પોસ્ટ શૅર કરવામાં આવી છે. પોસ્ટના અંતમાં આરસીબીએ લખ્યું છે કે, વિરાટ કોહલી પોતાની લાગણીઓ પર પ્રતિબિંબ પાડે છે, RCBના દરેક વ્યક્તિની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે.
નોંધનીય છે કે, હમણાં થોડા દિવસો પહેલા જ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુના સોશ્યલ મીડિયા પર મૌન તોડવામાં આવ્યું હતું અને દુર્ઘટનાના ૮૪ દિવસ બાદ કંઈક પોસ્ટ કરાયું હતું. આ દુર્ઘટના થઈ ત્યારથી ફ્રેન્ચાઇઝીએ સોશ્યલ મીડિયા પર સંપૂર્ણ મૌન જાળવી રાખ્યું હતું. દુર્ઘટનાના ૮૪ દિવસ પછી આરસીબીએ "RCB CARES" ના લોન્ચની જાહેરાત કરી, જેનો હેતુ તેમના ચાહકોની ફરિયાદો અને સમસ્યાઓનો સામનો કરવાનો છે. આ સંગઠને વચન આપ્યું છે કે ભવિષ્યમાં તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India – BCCI) અને કર્ણાટક ક્રિકેટ એસોસિએશન (Karnataka Cricket Association - KSCA) તેમજ સ્ટેડિયમ મેનેજમેન્ટ, રમતગમત સંસ્થાઓ અને લીગ ભાગીદારો સાથે મળીને વધુ સારી ભીડ વ્યવસ્થાપન પ્રોટોકોલ બનાવશે.
નોંધનીય છે કે, ભગદડની દુર્ઘટના બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ દ્વારા મૃતકોના પરિવારજનો માટે દરેકને ૨૫ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.