ભારત-પાકિસ્તાન મૅચ દરમ્યાન ક્રિકેટ બોર્ડ સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરશે બંગલાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ

13 February, 2026 10:54 AM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

૧૫ ફેબ્રુઆરી દરમ્યાન ભારતીય ટીમના પોસ્ટપોન થઈ રહેલા બંગલાદેશના દ્વિપક્ષીય સિરીઝ ટૂર માટે મોટો નિર્ણય લેવાઈ શકે છે

બંગલાદેશના કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તો સાથે ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઇસ્લામ

બંગલાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના પ્રમુખ અમીનુલ ઇસ્લામે કોલંબોમાં ભારત અને પાકિસ્તાનની મૅચ પહેલાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે આ મૅચ દરમ્યાન હું ક્રિકેટ બોર્ડ સાથેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરીશ. ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન ભારતીય ટીમના પોસ્ટપોન થઈ રહેલા બંગલાદેશના દ્વિપક્ષીય સિરીઝ ટૂર માટે મોટો નિર્ણય લેવાઈ શકે છે.

બંગલાદેશના આ ભૂતપૂર્વ કૅપ્ટને કહ્યું હતું કે ‘ICCના મુખ્ય હિસ્સેદારો આ પાંચ એશિયન દેશો છે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બંગલાદેશ અને અફઘાનિસ્તાન. વર્લ્ડ કપમાં ૧૫મી તારીખે ભારત-પાકિસ્તાન મૅચ માટે તેઓ ઇચ્છે છે કે પાંચેપાંચ એશિયન દેશોના પ્રતિનિધિઓ એકસાથે મેદાન પર હાજર રહે અને મૅચ જુએ અને એકબીજા સાથે વાતચીત કરે. અમે ક્રિકેટ બોર્ડ સાથે સંબંધ સુધારવા માટે અમારા તરફથી પ્રયાસ કરીશું. એક MoU (સમજૂતીપત્ર) તૈયાર કરીશું જેથી લાહોરમાં બેઠક દરમ્યાન લેવામાં આવેલા નિર્ણયોને ભવિષ્યમાં અવગણી ન શકાય.’ 

એપ્રિલમાં લૉન્ચ થશે બંગલાદેશની પહેલી વિમેન્સ પ્રીમિયર લીગ

બંગલાદેશ ક્રિકેટ બોર્ડ આગામી એપ્રિલ મહિનામાં પોતાની પહેલવહેલી વિમેન્સ પ્રીમિયર લીગ (WBPL) લૉન્ચ કરશે. ૩થી ૧૫ એપ્રિલ દરમ્યાન બંગલાદેશની મહિલાઓ માટેની પ્રથમ ફ્રૅન્ચાઇઝી આધારિત T20 સ્પર્ધા રમાશે. પ્રથમ સીઝનમાં માત્ર ત્રણ ટીમો હશે. સ્થાનિક, નૅશનલ અને ઇન્ટરનૅશનલ મહિલા ક્રિકેટર્સને ડ્રાફ્ટ સિસ્ટમ દ્વારા સાઇન કરવાની મંજૂરી આપવામાં આવશે. ૨૦૧૨થી મેન્સ બંગલાદેશ પ્રીમિયર લીગની ૧૨ સીઝન રમાઈ ચૂકી છે.

t20 world cup international cricket council world cup india pakistan bangladesh board of control for cricket in india cricket news sports sports news