17 February, 2026 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
T20 વર્લ્ડ કપ 2026ની ભારત સામેની મૅચમાં પાકિસ્તાનને ૬૧ રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બોલિંગ-યુનિટના આક્રમણ સામે જ્યારે પાકિસ્તાની પ્લેયર્સના દાંડિયા ડૂલ થઈ રહ્યા હતા ત્યારે મોટા ભાગના પાકિસ્તાની ચાહકોએ કોલંબોના સ્ટેડિયમમાંથી બહાર જવાની શરૂઆત કરી દીધી હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીનો પણ એક વિડિયો વાઇરલ થયો છે. વર્લ્ડ કપ અગાઉ બૉયકૉટનું નાટક કરનાર મોહસિન નકવી કોલંબોમાં મૅચ પૂરી થવા પહેલાં જ પોતાની કારમાં મોઢું છુપાવીને સ્ટેડિયમમાંથી ભાગ્યો હતો. મૅચ દરમ્યાન તે શ્રીલંકાના પ્રેસિડન્ટ અનુર કુમાર દિસાનાયકે સાથે જોવા મળ્યો હતો.