13 February, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ ઝોહૈબ
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની અધવચ્ચેથી યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE)માંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ૨૭ વર્ષના મોહમ્મદ ઝોહૈબને ટીમમાં શિસ્તભંગના કારણે વર્લ્ડ કપ સ્ક્વૉડમાંથી બહાર કરીને ઘરે મોકલી દેવાયો છે. પાકિસ્તાની મૂળના આ ખેલાડીને બહાર કરવાના આ નિર્ણયને ICCની ઇવેન્ટ ટેક્નિકલ કમિટીએ ખેલાડીના માનસિક સ્વાસ્થ્ય અને ટીમની સુખાકારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો નિર્ણય ગણાવ્યો હતો.
હૈદર શાહ
ઇવેન્ટ ટેક્નિકલ કમિટીએ UAE ટીમમાં મોહમ્મદ ઝોહૈબના સ્થાને ૨૪ વર્ષના વિકેટકીપર-બૅટર હૈદર શાહને સ્થાન આપવાની મંજૂરી આપી છે. UAE માટે મોહમ્મદ ઝોહૈબ ૧૬ મૅચ અને હૈદર શાહ ૧૮ મૅચ રમવાનો અનુભવ ધરાવે છે. મોહમ્મદ ઝોહૈબને T20 વર્લ્ડ કપની શરૂઆતમાં ચેન્નઈમાં માત્ર વૉર્મ-અપ મૅચ રમવાની જ તક મળી હતી.