ઇંગ્લૅન્ડ સામે T20 વર્લ્ડ કપમાં ક્યારેય નથી જીત્યું પાકિસ્તાન

24 February, 2026 01:03 PM IST  |  Pallekele | Gujarati Mid-day Correspondent

રેસમાં ટકી રહેવા આજે પાકિસ્તાન માટે વિજય જરૂરી

ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક, પાકિસ્તાનનો કૅપ્ટન સલમાન અલી આગા

મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડની પાંચમી મૅચ આજે ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે. શ્રીલંકાના પલેકેલેમાં સાંજે ૭ વાગ્યે આયોજિત આ મૅચમાં પાકિસ્તાનને જીતવું જરૂરી છે. એની પહેલી મૅચ વરસાદને કારણે રદ થઈ હોવાથી આજની હાર એને સેમી-ફાઇનલની રેસમાંથી બહાર કરી શકે છે. શ્રીલંકાને એના જ ઘરમાં કચડી ચૂકેલી અંગ્રેજ ટીમ શાનદાર આત્મવિશ્વાસ સાથે પાકિસ્તાનીઓને પડકાર આપશે અને સેમી-ફાઇનલમાં ક્વૉલિફાય થવા ઊતરશે.

ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે ૩૧ T20 મૅચ રમાઈ છે એમાંથી ઇંગ્લૅન્ડ ૨૧ મૅચ અને પાકિસ્તાન ૯ મૅચ જીત્યું છે. ઇંગ્લૅન્ડ સામે છેલ્લી પાંચેય મૅચ પાકિસ્તાન હાર્યું છે. T20 વર્લ્ડ કપમાં બન્ને વચ્ચે રમાયેલી ૩ મૅચમાં પણ પાકિસ્તાનને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન સામે ઇંગ્લૅન્ડે ૨૦૦૯માં ૪૮ રને, ૨૦૧૦માં ૬ વિકેટે અને ૨૦૨૨માં પાંચ વિકેટે T20 વર્લ્ડ કપમાં જીત નોંધાવી હતી. 

t20 world cup international cricket council world cup england pakistan cricket news sports sports news