આજે ગ્રુપ Aમાંથી T20 વર્લ્ડ કપ 2026ની સુપર 8ની અંતિમ ટીમ મળશે

18 February, 2026 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગામી રાઉન્ડની આઠમી અને અંતિમ ટીમ આજે ગ્રુપ Aની અમેરિકા, પાકિસ્તાન અને નેધરલૅન્ડ્સમાંથી નક્કી થશે

ફાઇલ તસવીર

મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડ માટે ૭ ટીમ ક્વૉલિફાય થઈ ચૂકી છે. ગ્રુપ Bમાંથી શ્રીલંકા (૬ પૉઇન્ટ) અને ઝિમ્બાબ્વે (પાંચ પૉઇન્ટ), ગ્રુપ Cમાંથી વેસ્ટ ઇન્ડીઝ (૬ પૉઇન્ટ) અને ઇંગ્લૅન્ડ (૬ પૉઇન્ટ), ગ્રુપ Dમાંથી સાઉથ આફ્રિકા (૬ પૉઇન્ટ) અને ન્યુ ઝીલૅન્ડ (૬ પૉઇન્ટ) સુપર 8 રાઉન્ડમાં પહોંચ્યાં છે. ગ્રુપ Aમાંથી માત્ર ભારતીય ટીમ (૬ પૉઇન્ટ)એ સુપર 8માં એન્ટ્રી કરી છે. આગામી રાઉન્ડની આઠમી અને અંતિમ ટીમ આજે ગ્રુપ Aની અમેરિકા, પાકિસ્તાન અને નેધરલૅન્ડ્સમાંથી નક્કી થશે. 

સુપર 8માં કઈ ટીમ કયા ગ્રુપમાં?

સુપર 8માં ૮ ટીમોને વિભાજિત કરીને બે ગ્રુપ બનાવવામાં આવ્યાં છે. ભારત, વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે ગ્રુપ વનમાં સામેલ છે; જ્યારે ગ્રુપ ટૂમાં ન્યુ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ અને શ્રીલંકાને સ્થાન મળ્યું છે. અંતિમ ટીમ આજે નક્કી થશે. 

સુપર 8 રાઉન્ડમાં ભારતનું શેડ્યુલ

૨૨ ફેબ્રુઆરીએ અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે 
૨૬ ફેબ્રુઆરીએ ચેન્નઈમાં ઝિમ્બાબ્વે સામે 
૧ માર્ચે કલકત્તામાં વેસ્ટ ઇન્ડીઝ સામે 
(તમામ મૅચ સાંજે ૭ વાગ્યે શરૂ થશે)

પૉઇન્ટ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

નેટ-રનરેટ

ભારત

+૩.૦૫૦

અમેરિકા

+૦.૭૮૭

પાકિસ્તાન

-૦.૪૦૩

નેધરલૅન્ડ્સ

-૧.૩૫૨

નામિબિયા

-૨.૪૪૩

t20 world cup international cricket council world cup sri lanka zimbabwe west indies england south africa new zealand india united states of america pakistan netherlands cricket news sports sports news