30 October, 2024 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેન વિલિયમસન
બૅન્ગલોર અને પુણે-ટેસ્ટ બાદ હવે ન્યુ ઝીલૅન્ડનો દિગ્ગજ બૅટર કેન વિલિયમસન મુંબઈમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં પણ નહીં રમી શકશે. તે હજી ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ શક્યો નથી. ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે આશા વ્યક્ત કરી છે કે તે ઘરઆંગણે ૨૮ નવેમ્બરથી ઇંગ્લૅન્ડ સામે આયોજિત ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ પહેલાં સંપૂર્ણ ફિટ થઈ જશે. ૩૪ વર્ષનો વિલિયમસન સપ્ટેમ્બરમાં શ્રીલંકા સામેની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન ઇન્જર્ડ થયો હતો.