IPL 2025 Suspensionને લઈને BCCIએ આપ્યા મહત્વના સમાચાર, જાણી લો ક્યારથી રમાશે ટુર્નામેન્ટ

10 May, 2025 06:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

IPL 2025 Suspended: ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તનાવને લીધે લોકપ્રિય લીગ આઇપીએલ ૨૦૨૫ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે

IPL 2025 ટીમ કૅપ્ટન્સની ફાઇલ તસવીર

ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે વધતા તણાવને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India - BCCI)એ શુક્રવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ - આઇપીએલ (Indian Premier League – IPL)ની હાલ ચાલી રહેલી સિઝન આઇપીએલ ૨૦૨૫ (IPL 2025) મુલતવી રાખવાનો નિર્ણય (IPL 2025 Suspended) લીધો. ટુર્નામેન્ટ તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે. BCCIએ પણ આ બાબતે કેન્દ્ર સરકાર (Indian Government) સાથે ચર્ચા કરી અને પછી આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો.

પાકિસ્તાન (Pakistan)એ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં ૨૨ એપ્રિલે કરેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)ના જવાબમાં ભારતે ઓપરેશન સિંદુર (Operation Sindoor) હાથ ધર્યું હતું. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન (India – Pakistan Tension) વચ્ચેનો સંઘર્ષ સતત વધી રહ્યો છે. તેની અસર ક્રિકેટ પર પણ જોવા મળી છે. ન્યુઝ એજન્સી પીટીઆઈ (PTI) સાથેની વાતચીતમાં આઇપીએલ ૨૦૨૫ (IPL 2025) મુલતવી રાખવાની પુષ્ટિ કરતા બીસીસીઆઈ (BCCI)ના અધિકારીએ કહ્યું, ‘દેશ યુદ્ધની સ્થિતિમાં છે અને ક્રિકેટ રમાઈ રહ્યું છે તે સારું લાગતું નથી.’ જોકે હવે આઇપીએલ ૨૦૨૫ના સત્તાવાર હેન્ડલ પર માહિતી આપવામાં આવી છે કે, `ચાલુ #TATAIPL 2025 બાકી ટુર્નામેન્ટ તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે.`

નોંધનીય છે કે, આઈપીએલ ૨૦૨૫ની ફાઇનલ ૨૫ મેના રોજ કોલકાતા (Kolkata)માં રમાવાની હતી. અગાઉ, પાકિસ્તાન સુપર લીગ – પીએસએલ (Pakistan Super League - PSL)ની બાકીની મેચો યુએઈ (UAE)માં ખસેડવામાં આવી છે. પરંતુ આ મેચ ક્યારે અને ક્યાં રમાશે તેની તારીખની પુષ્ટિ કરવામાં આવી નથી.

ગુરુવારે ધર્મશાલા (Dharamsala)માં પંજાબ કિંગ્સ (Punjab Kings) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે IPL 2025 ની ૫૮મી મેચ રદ કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવને કારણે મેચ રદ કરવાનો નિર્ણય અધવચ્ચે જ લેવામાં આવ્યો હતો. આ મેચમાં, પંજાબ કિંગ્સની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી અને ૧૦.૧ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૧૨૨ રન બનાવ્યા હતા. ત્યારબાદ મેદાનની એક ફ્લડલાઇટ બંધ કરવામાં આવી અને ધીમે ધીમે બધી ફ્લડલાઇટ બંધ કરવામાં આવી અને દર્શકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. અહીંથી સંકેત મળવા લાગ્યા કે IPL 2025 પર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે, IPL 2025 માં કુલ ૧૬ મેચ બાકી હતી. ૧૨ લીગ મેચ હતી અને બાકીના નોકઆઉટ મેચ હતા. પ્લેઓફમાં પ્રથમ અને બીજા ક્વોલિફાયર, એલિમિનેટર અને ફાઇનલ મેચ બાકી હતી. IPL 2025ની ફાઇનલ મેચ ૨૫ મે ના રોજ કોલકાતાના ઇડન ગાર્ડન્સ (Eden Gardens) ખાતે રમાવવાની હતી.

અહેવાલો અનુસાર, IPL 2025 ની બાકીની મેચો ઇંગ્લેન્ડ (England) શ્રેણી પછી પૂર્ણ થઈ શકે છે. ટીમ ઇન્ડિયાને ૧ જૂન ૨૦૨૫ થી ૩૧ જુલાઈ ૨૦૨૫ ની વચ્ચે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. જ્યાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે.

IPL 2025 indian premier league ind pak tension india pakistan operation sindoor board of control for cricket in india chennai super kings mumbai indians royal challengers bangalore kolkata knight riders rajasthan royals sunrisers hyderabad delhi capitals lucknow super giants gujarat giants punjab kings cricket news sports sports news