વિરાટ કોહલી પહેલી વખત ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમ્યો

17 April, 2026 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંપૂર્ણ ફિટ ન હોવા છતાં મૅચનો હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર તેણે કર્યો હતો, પહેલી વાર પહેલા ૧૫ બૉલમાં ૩૫ રન ફટકાર્યા

પાંચ મૅચમાં ૨૨૮ રન કરીને વિરાટ કોહલી બુધવારે ઑરેન્જ કૅપનો હકદાર બન્યો હતો.

લખનઉ સુપર જાયન્ટ્સ સામે બુધવારે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનો અનુભવી બૅટર વિરાટ કોહલી સંપૂર્ણ ફિટ ન હોવા છતાં રમ્યો હતો. તેણે મૅચ બાદ કહ્યું હતું કે ‘હું હજુ પણ ૧૦૦ ટકા  સ્વસ્થ નથી. ગઈ રમતમાં મારા ઘૂંટણમાં થોડો દુખાવો હતો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ હું ચાર-પાંચ દિવસથી બીમાર ચાલી રહ્યો છું. તેથી ફક્ત મારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છું.’

IPL ટીમની જીતમાં 5000 રનનું યોગદાન આપનાર પહેલો બૅટર બન્યો વિરાટ કોહલી.

ફિટનેસની સમસ્યાને કારણે વિરાટ કોહલી બીજી ઇનિંગ્સમાં બૅટિંગ દરમ્યાન ઇમ્પૅક્ટ પ્લેયર બનીને રમ્યો હતો. તે IPLમાં પહેલી વખત ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો. વિરાટ કોહલીએ બુધવારની રમતમાં ૩૪ બૉલમાં ૬ ફોર અને એક સિક્સના આધારે ૪૯ રન કર્યા હતા.  મૅચની હાઇએસ્ટ રનની ઇનિંગ્સ સાથે તે હમણાં સુધીની ૧૯ સીઝનમાં પહેલી વખત ૪૯ રન પર આઉટ થઈને ફિફટી ચૂકી ગયો હતો. પહેલા ૧૫ બૉલમાં તેણે ૩૫ રન ફટકારી દીધા હતા. એક IPL ઇનિંગ્સમાં વિરાટ કોહલીએ પહેલા ૧૫ બૉલમાં ફટકારેલા આ સૌથી વધુ રન હતા. 

IPL 2026 virat kohli royal challengers bangalore lucknow super giants sports news sports cricket news