RCB પાસે પ્રાઇવેટ પ્લેનની ડિમાન્ડ કરી છે એવી અફવાવાળી પોસ્ટ શૅર કરીને હસ્યો વિરાટ કોહલી

23 March, 2026 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કિંગ કોહલીએ જેની પોસ્ટ શૅર કરી એનું અકાઉન્ટ ક્રૅશ થઈ ગયું

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ભારતના સ્ટાર પ્લેયર્સ વિરાટ કોહલીએ ગઈ કાલે પોતાના પર બનેલી એક અફવાવાળી પોસ્ટ શૅર કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ પોસ્ટ શૅર કરતી વખતે વિરાટે હસવાવાળી ઇમોજી મૂકીને મોટી ડિમાન્ડવાળા એક દાવાને ખોટો જાહેર કર્યો હતો.

વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શૅર કરેલી પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ કોહલીએ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ પાસે એક પ્રાઇવેટ ચાર્ટર પ્લેનની ડિમાન્ડ કરી છે. જો બે IPL મૅચ વચ્ચે ૩ દિવસનો ગૅપ હશે તો તે પ્લેનથી લંડન જતો રહેશે અને મૅચ પહેલાં એ જ પ્લેનથી પાછો આવશે.

કિંગ કોહલીએ જેની પોસ્ટ શૅર કરી એનું અકાઉન્ટ ક્રૅશ થઈ ગયું

Worldinlast24hrs નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની અફવાવાળી પોસ્ટ વિરાટ કોહલીએ શૅર કરી હતી. કોહલીની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી બાદ આ અકાઉન્ટ પર યુઝર્સનું ટ્રાફિક વધ્યું હતું. હજારો યુઝર્સે આ અકાઉન્ટ પર વિઝિટ કરી હોવાથી થોડા સમય માટે અકાઉન્ડનું ડૅશબોર્ડ ક્રૅશ થઈ ગયું હતું. અકાઉન્ટ દ્વારા સ્પેશ્યલ પોસ્ટ શૅર કરીને સ્વીકારવામાં આવ્યું કે અમારા દ્વારા માહિતી ચકાસણીની પ્રક્રિયામાં અભાવ જોવા મળ્યો. અમે પણ આ દાવો બીજા પેજ પર જોયો હતો. 

IPL 2026 indian premier league virat kohli royal challengers bangalore cricket news sports sports news london social media viral post