સતત બે મૅચમાં વિરાટ નિષ્ફળ ગયો ત્યારે હું ઉત્સાહિત હતો: કૃણાલ પંડ્યા

15 May, 2026 03:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ વિરાટ કોહલી સાથે તેની સેન્ચુરી બાદ રસપ્રદ પોઝ આપીને સેલિબ્રેશન કર્યું હતું. તેણે એ ખુલાસો કર્યો કે વિરાટ કોહલી જ્યારે બૅક-ટુ-બૅક મૅચમાં નિષ્ફળ ગયો ત્યારે તે સૌથી વધુ ઉત્સાહિત હતો.

કૃણાલ પંડ્યાએ વિરાટ કોહલી સાથે તેની સેન્ચુરી બાદ રસપ્રદ પોઝ આપીને સેલિબ્રેશન કર્યું

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ વિરાટ કોહલી સાથે તેની સેન્ચુરી બાદ રસપ્રદ પોઝ આપીને સેલિબ્રેશન કર્યું હતું. તેણે એ ખુલાસો કર્યો કે વિરાટ કોહલી જ્યારે બૅક-ટુ-બૅક મૅચમાં નિષ્ફળ ગયો ત્યારે તે સૌથી વધુ ઉત્સાહિત હતો.

કૃણાલ પંડયા કહે છે, ‘વિરાટ કોહલી એક ચૅમ્પિયન ખેલાડી છે. જ્યારે તે બે મૅચમાં નિષ્ફળ ગયો ત્યારે હું વધુ ઉત્સાહિત થઈ ગયો, કારણ કે મને ખબર છે કે તે શાનદાર કમબૅક કરશે. અમે તેના વિશે ક્યારેય પ્રેશર અનુભવતા નથી. તે એક અલગ જ ક્ષમતાનો ખેલાડી છે. તેનામાં રનની અતૃપ્ત ભૂખ છે. મને ખાતરી છે કે વિરાટ કોહલી બરાબર એ જ કરશે જેના માટે તે જાણીતો છે.’

virat kohli krunal pandya royal challengers bangalore IPL 2026 cricket news sports news