રોહિત શર્મા અને સાયલી સાતઘરેએ T20 મુંબઈ લીગની ટ્રોફીઓ લૉન્ચ કરી

16 March, 2026 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPL સીઝનના સમાપન પછી આ બન્ને લીગનો રોમાંચ શરૂ થશે

T20 મુંબઈ લીગની ટ્રોફીઓ લૉન્ચ કરી રોહિત શર્મા અને સાયલી સાતઘરેએ

મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)એ શનિવારે મેન્સ T20 મુંબઈ લીગની રોમાંચક સીઝન ફોરની વાપસી અને પ્રથમ વિમેન્સ T20 મુંબઈ લીગના પ્રારંભની ઑફિશ્યલ જાહેરાત કરી હતી.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝનના સમાપન પછી આ બન્ને લીગનો રોમાંચ શરૂ થશે.

મહારાષ્ટ્રના કૅબિનેટપ્રધાન અને MCAના ભૂતપૂર્વ પ્રમુખ આશિષ શેલારની હાજરીમાં એક ઇવેન્ટમાં મુંબઈના ક્રિકેટર્સ રોહિત શર્મા અને સાયલી સાતઘરેએ આગામી બન્ને લીગની ટ્રોફીઓ લૉન્ચ કરી હતી.

મેન્સ લીગમાં પહેલાંની જેમ ૮ ટીમો ભાગ લેશે, જ્યારે પ્રથમ વિમેન્સ T20 મુંબઈ લીગમાં PRS ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ, રોડવે સૉલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ અને વર્લ્ડ સ્ટાર સ્પોર્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત ૩ ટીમો વચ્ચે સ્પર્ધા જોવા મળશે.

મુંબઈ ક્રિકેટ જે રીતે આકાર લઈ રહ્યું છે એ જોઈને હું ખૂબ ખુશ છું. T20 મુંબઈ લીગમાં રમનારા ઘણા ક્રિકેટર્સ હવે IPL અને નૅશનલ ટીમો માટે પણ રમી રહ્યા છે. આ એક મોટું પ્લૅટફૉર્મ બની રહ્યું છે.  -  રોહિત શર્મા

mumbai cricket association rohit sharma ashish shelar t20 mumbai cricket news sports sports news