12 November, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ લીગમાં નવી ટીમ
મુંબઈ ક્રિકેટ અસોસિએશને મંગળવારે સેલિબ્રેટિંગ ધ ચૅમ્પિયન્સ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. T20 મુંબઈ લીગ 2026માં ચૅમ્પિયન બનેલી MSC મરાઠા રૉયલ્સની મેન્સ ટીમ અને SOBO મુંબઈ ફાલ્કન્સની વિમેન્સ ટીમનાં પ્લેયયર્સને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ ઇવેન્ટ દરમ્યાન T20 મુંબઈ લીગની નવમી ટીમ નવી મુંબઈ ફ્રૅન્ચાઇઝીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઍસ્પેક્ટ સ્પોર્ટ્સ દ્વારા ૬ વર્ષ માટે નવી મુંબઈ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવા માટે ૧૦૬.૮૮ કરોડ રૂપિયામાં ટીમના અધિકાર મેળવવામાં આવ્યા છે. આ ઇવેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે સૂર્યકુમાર યાદવે મુંબઈ ક્રિકેટ અસોસિએશનના અધિકારીઓ સાથે હાજરી આપી હતી.