રાવલપિંડીની ટર્નિંગ પિચ પર કઈ ટીમના સ્પિનર્સ મારશે બાજી?

24 October, 2024 11:36 AM IST  |  Multan | Gujarati Mid-day Correspondent

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનના સ્પિનર્સના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાવલપિંડીમાં પણ મોટા પંખા અને કાળા કપડાનો ઉપયોગ કરીને પિચને ડ્રાય રાખવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે

મોટા પંખા લગાવીને રાવલપિંડીની પિચને ડ્રાય રાખવામાં આવી રહી છે.

આજથી રાવલપિંડીમાં પાકિસ્તાન અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ રમાશે. બીજી ટેસ્ટમાં પાકિસ્તાનના સ્પિનર્સના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાવલપિંડીમાં પણ મોટા પંખા અને કાળા કપડાનો ઉપયોગ કરીને પિચને ડ્રાય રાખવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી પિચ પર તિરાડ પડે અને ટર્નિંગ પિચ સ્પિનર્સને મદદરૂપ થઈ શકે. આવી સ્થિતિમાં ટૉસની ભૂમિકા મહત્ત્વની રહેશે, કારણ કે જેમ-જેમ રમત આગળ વધશે એમ સ્પિનરોને પિચથી વધુ મદદ મળશે.

પહેલી ટેસ્ટ ઇંગ્લૅન્ડ અને બીજી પાકિસ્તાન જીત્યું હતું એટલે આ ટેસ્ટ નક્કી કરશે કે સિરીઝ સમકક્ષ રહે છે કે કોઈ એના પર કબજો જમાવે છે.

rawalpindi england pakistan test cricket cricket news sports news sports