22 July, 2026 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને એક મોટું નિવેદન આપ્યું છે. અશ્વિન માને છે કે હવે ટીમના બે મહત્ત્વપૂર્ણ અને સ્ટાર સિનિયર્સને ટીમમાંથી બહાર કરવા અશક્ય છે.
રવિચન્દ્રન અશ્વિન કહે છે, ‘જો વિરાટ અને રોહિત વર્લ્ડ કપમાં રમવા માગતા હોય તો કોઈ તેમને ડ્રૉપ કરી શકવાનું નથી, કારણ કે તેમની પાસે ક્ષમતા છે. તેમણે રન બનાવ્યા છે. તેમની પાછળ ક્રિકેટ-ફૅન્સની એક મોટી સેના અને આખી બૅટલ્યન છે. લોકો તેમને જોવા આવે છે. જો તમે તેમને બહારનો રસ્તો બતાવશો તો હોબાળો થશે.’