28 March, 2026 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
IPLમાં બૅન્ગલોરની હારજીત રહી છે ઑલમોસ્ટ એકસમાન ૨૭૪ મૅચ રમીને ૧૩૪ જીત્યું અને ૧૩૩ હાર્યું
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની ટીમે IPL 2025માં ટ્રોફીનો દુકાળ સમાપ્ત કર્યો હતો, પરંતુ નાસભાગની ઘટના અને ૧૧ ફૅન્સના અવસાનને કારણે જીતની ઉજવણી લાંબી નહોતી ચાલી. છેલ્લી સીઝનના સારા અને ખરાબ અનુભવમાંથી શીખીને આ ટીમ ફરી એક વાર મેદાન પર ઊતરશે. જોકે આ વખતે ૯ ટીમ સામે પોતાની ટ્રોફી ડિફેન્ડ કરવાનો પડકાર આ ટીમ પાસે છે.
કુશળ હેડ કોચ ઍન્ડી ફ્લાવર, મેન્ટર દિનેશ કાર્તિક, અનુભવી વિરાટ કોહલી અને યંગ કૅપ્ટન રજત પાટીદારની આગેવાનીમાં ટીમ ફરી એક વખત ફૅન્સ અને ક્રિકેટજગતનાં દિલ જીતવાં ઊતરશે. વિરાટ કોહલી, ટિમ ડેવિડ, જિતેશ શર્મા, દેવદત્ત પડિક્કલ, ફિલ સૉલ્ટ, જેકબ બેથલ, વેન્કટેશ ઐયર, રોમારિયો શેફર્ડ જેવાં નામ આ ટીમના બૅટિંગ લાઇન-અપને મજબૂત બનાવી રહ્યાં છે. કૃણાલ પંડ્યા, જેકબ ડફી, જૉશ હેઝલવુડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા રૂપે આ ટીમમાં સક્ષમ બોલર્સ પણ છે.
ટુર્નામેન્ટમાં ટીમનું પ્રદર્શન કેવું રહ્યું છે?
૨૦૨૫માં આ ટીમ ચૅમ્પિયન બની હતી. ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૬માં આ ટીમ રનર-અપ રહી હતી. ટોટલ ૧૦ સીઝનમાં આ ટીમ પ્લેઑફમાં પહોંચી છે. બાકીની ૮ સીઝનમાં લીગ-સ્ટેજમાં કંગાળ પ્રદર્શન સાથે બહાર થઈ હતી. આ ટીમના હાર અને જીતના આંકડા ઑલમોસ્ટ એકસમાન છે.
27.84
આટલી ઍવરેજ ઉંમર ધરાવે છે બૅન્ગલોરની વર્તમાન સ્ક્વૉડ.
બૅન્ગલોરનો IPL રેકૉર્ડ
ટોટલ મૅચ - ૨૭૪
જીત - ૧૩૪
હાર - ૧૩૩
નો-રિઝલ્ટ - ૭
જીતની ટકાવારી - ૫૦.૧૮