18 May, 2026 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી
વિરાટ કોહલીએ ધરમશાલામાં ગઈ કાલે ફિફ્ટી ફટકારીને આ સીઝનમાં ૫૪૨ રન નોંધાવ્યા હતા. તેણે IPLમાં સૌથી વધુ ૯ સીઝનમાં ૫૦૦+ રન કરવાના પોતાના રેકૉર્ડને વધુ મજબૂત કર્યો છે. તેણે ૩૫ વર્ષની ઉંમર પછી સૌથી વધુ ત્રીજી સીઝનમાં ૫૦૦+ રન કરવાનો રેકૉર્ડ કર્યો છે. આ લિસ્ટમાં બે સીઝન સાથે બીજા ક્રમે સચિન તેન્ડુલકર અને ફાફ ડુ પ્લેસી છે. ૩૭ વર્ષના વિરાટ કોહલીએ ૨૦૧૧માં ૫૫૭ રન, ૨૦૧૩માં ૬૩૪ રન, ૨૦૧૫માં ૫૦૫ રન, ૨૦૧૬માં ૯૭૩ રન, ૨૦૧૮માં ૫૩૦ રન, ૨૦૨૩માં ૬૩૯ રન, ૨૦૨૪માં ૭૪૧ રન અને ૨૦૨૫માં ૬૫૭ રન કર્યા હતા.
સૌથી વધુ 210 ફિફ્ટી પ્લસ રનની ભાગીદારી મેન્સ T20માં કરવાના મામલે વિરાટ કોહલીએ ઍલેક્સ હેલ્સની બરાબરી કરી.
IPLમાં એક હરીફ સામે 1189 હાઇએસ્ટ રન કરવાનો રેકૉર્ડ કર્યો વિરાટ કોહલીએ પંજાબ સામે.
કલકત્તા સામેની મૅચમાં બૅટિંગ દરમ્યાન બૅન્ગલોરને કૅપ્ટન રજત પાટીદાર ઇન્જર્ડ થયો હતો. ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીનો બાઉન્સર રજત પાટીદારની હેલ્મેટની પાછળના ભાગમાં વાગ્યો હતો. આ ઘટનાને કારણે રજત પાટીદારે ગઈ કાલની પંજાબ સામેની મૅચમાં આરામ કરવાનો નિર્ણય લઈને ધરમશાલાનો પ્રવાસ ટાળ્યો હતો.
|
IPL કૅપ્ટન તરીકે સૌથી વધુ મૅચ |
|
|
મહેન્દ્ર સિંહ ધોની (ચેન્નઈ, પુણે) |
૨૩૫ મૅચ |
|
રોહિત શર્મા (મુંબઈ) |
૧૫૮ મૅચ |
|
વિરાટ કોહલી (બૅન્ગલોર) |
૧૪૩ મૅચ |
|
ગૌતમ ગંભીર (દિલ્હી, કલકત્તા) |
૧૨૯ મૅચ |
|
શ્રેયસ ઐયર (દિલ્હી, કલકત્તા, પંજાબ) |
૧૦૦ મૅચ |