રોહિત શર્માના બાળપણના કોચનો દીકરો છે T20 મુંબઈ લીગનો ચૅમ્પિયન કૅપ્ટન સિદ્ધેશ લાડ

14 June, 2025 09:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રેયસ ઐયરની ટીમ સોબો મુંબઈ ફાલ્કન્સને પાંચ વિકેટે હાર મળી હતી. ભારતના આ સ્ટાર બૅટરની ટીમને હરાવનાર મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રૉયલ્સનો કૅપ્ટન સિદ્ધેશ લાડ હાલમાં ભારે ચર્ચામાં છે, કારણ કે

મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રૉયલ્સ

ગુરુવારે T20 મુંબઈ લીગ ૨૦૨૫ની ફાઇનલમાં સ્ટાર બૅટર શ્રેયસ ઐયરની ટીમ સોબો મુંબઈ ફાલ્કન્સને પાંચ વિકેટે હાર મળી હતી. ભારતના આ સ્ટાર બૅટરની ટીમને હરાવનાર મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રૉયલ્સનો કૅપ્ટન સિદ્ધેશ લાડ હાલમાં ભારે ચર્ચામાં છે, કારણ કે તે ભારતીય વન-ડે કૅપ્ટન રોહિત શર્માના બાળપણના કોચ દિનેશ લાડનો દીકરો છે. ૩૩ વર્ષના મિડલ ઑર્ડર બૅટર સિદ્ધેશ લાડની ક્રિકેટ કરીઅરની આ સૌથી મોટી સફળતા હતી.

સિદ્ધેશ મુંબઈ ઇન્ડિયન્સ માટે IPL ૨૦૧૯માં એકમાત્ર ડેબ્યુ મૅચ જ રમી શક્યો હતો. વર્ષ ૨૦૨૩માં તેણે ૨૧ વર્ષની ઉંમરે મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેની પાસે ૭૪ ફર્સ્ટ ક્લાસ, ૫૦ લિસ્ટ-એ અને ૬૦ T20 મૅચ રમવાનો અનુભવ છે. T20 મુંબઈ લીગ ૨૦૨૫ના ઍમ્બૅસૅડર રોહિત શર્માએ તેની આ મોટી સફળતા બદલ ફાઇનલ મૅચ બાદ પીઠ થપથપાવી હતી.

ગુરુવારે ઝરમર વરસાદ વચ્ચે મરાઠા રૉયલ્સના પ્લેયર્સ અને સપોર્ટ સ્ટાફે ટ્રોફી સાથે ચૅમ્પિયન બનવાની ઉજવણી કરી. બાળપણના કોચના દીકરા સિદ્ધેશ લાડને ટ્રોફી અને મેડલ મળ્યાં એ સમયે વાનખેડે સ્ટેડિયમમાં હાજર રહેલો રોહિત શર્મા.

shreyas iyer rohit sharma mumbai cricket association mumbai news mumbai cricket news sports news