10 March, 2026 02:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર
મેન્સ T20 વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ક્રિકેટના હિતમાં ન્યુ ઝીલૅન્ડની જીત થાય એવી દુઆ કરી હતી. જોકે ભારતની સફળતાથી નાખુશ થયેલા શોએબ અખ્તરે હવે વિચિત્ર નિવેદન આપ્યું છે.
શોએબ અખ્તરે કહ્યું હતું કે ‘આ તો એવું છે કે કોઈ અમીર બાળક પાડોશનાં બધાં ગરીબ બાળકોને બોલાવીને કહે કે ચાલો ક્રિકેટ રમીએ, ભારત આપણી સાથે એવું જ કરી રહ્યું છે. ૮ ટીમમાંથી તેઓ ૪ ટીમને રાખે છે પછી એમાંથી ત્રણને પાછા બોલાવે છે અને એને પ્રમોટ કરે છે અને પછી કહે છે કે જુઓ હું જીતી ગયો. તેમણે ક્રિકેટને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું છે.’