25 May, 2025 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શ્રી શ્યામ યુવા મંડળ દ્વારા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ખેલાડીઓ માટે આજે બોરીવલીમાં ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ ‘યુવા કપ ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. બોરીવલી-વેસ્ટમાં ગોરાઈ-૩, ગોખલે કૉલેજ પાસે આવેલા સમાજ ઉન્નતિ ટર્ફમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં સપ્રા ટાઇટન્સ, શ્રીજી બૉય્ઝ, UJ સ્પાર્ટન્સ, સૉલિડેગો સ્ટ્રાઇકર્સ, SSE રાઇડર્સ, પુરુષોત્તમ જાયન્ટ્સ, કીર્તિ ગ્રેનાઇટ્સ અને સ્વર પૅન્થર્સ મળી કુલ ૮ ટીમો મેદાનમાં ઊતરશે. દરેક પાંચ-પાંચ ઓવરની સાત-સાત લીગ મૅચ રમાશે અને ત્યાર બાદ IPL સ્ટાઇલમાં પ્લેઑફ રાઉન્ડ બાદ ૮ ઓવરની ફાઇનલ મૅચ રમાશે.
વધુ માહિતી માટે ગૌરવ સોલંકીનો 96645 67896 નંબર પર સંપર્ક કરવો.