14 May, 2025 07:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
૧૭ મેએ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચેની મૅચથી IPL 2025 ફરીથી શરૂ થશે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આયોજિત આ મૅચ માટે કોહલીના ફૅન્સ તેને એક સ્પેશ્યલ સન્માન આપવાના આયોજનની તૈયારી કરી રહ્યા છે.
RCB અને કોહલીના વફાદાર ફૅન્સ સોશ્યલ મીડિયા પર આ મૅચમાં ભારતની ટેસ્ટ-જર્સી અથવા સંપૂર્ણપણે વાઇટ ડ્રેસ પહેરીને આવવા અન્ય ક્રિકેટ-ફૅન્સને વિનંતી કરતી પોસ્ટ વાઇરલ કરી રહ્યા છે. ૨૦-૨૦ ઓવરની રોમાંચક મૅચમાં જો સ્ટેડિયમમાં તમામ ફૅન્સ પરંપરાગત ક્રિકેટ ફૉર્મેટની જર્સી પહેરીને આવશે તો એ હાલમાં જ ટેસ્ટ-રિટાયરમેન્ટ લેનાર કોહલીની કરીઅરની સૌથી યાદગાર ક્ષણ બની રહેશે.