26 December, 2025 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્મા
શાનદાર ફૉર્મમાં જોવા મળી રહેલા વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ તેને વર્લ્ડ કપ 2027 માટે ટેકો આપ્યો છે. વિજય હઝારે ટ્રોફીમાં કિંગ કોહલીની સદી વિશે બાળપણના કોચે ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘તે ઉત્તમ ફૉર્મમાં છે. તેણે ખૂબ જ સારી બૅટિંગ કરી અને દિલ્હીની જીત સુનિશ્ચિત કરી. તે લાંબા સમય પછી ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો, પરંતુ તેમ છતાં તેણે અસાધારણ પ્રદર્શન કર્યું. તે ભારતીય ટીમમાં સતત અને સૌથી સારું પ્રદર્શન કરતો પ્લેયર છે અને વર્લ્ડ કપ માટે સંપૂર્ણપણે તૈયાર છે. ક્યારેક એક-બે ઇનિંગ્સ ખરાબ જાય એનો મતલબ એ નથી કે તે ખરાબ ક્રિકેટર છે. તેના રેકૉર્ડ એ સાબિત કરે છે કે તે કેટલો મોટો ખેલાડી છે. તેની શાનદાર બૅટિંગ અને ચેઝ જોઈને મને ગર્વ થાય છે. મને ગર્વ છે કે તે મારો ટ્રેઇની (શિષ્ય) રહ્યો છે અને મારા માટે એનાથી મોટી ગર્વની વાત બીજી શું હોઈ શકે.’