16 February, 2026 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અફઘાની રહમાનુલ્લાહ ગુરબાઝને બે બૅટ ગિફ્ટ કર્યાં વિરાટ કોહલીએ
મેન્સ T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામેની ડબલ સુપર ઓવર થ્રિલર મૅચમાં શાનદાર પ્રદર્શન બદલ અફઘાનિસ્તાનના ઓપનર રહમાનુલ્લાહ ગુરબાઝને સ્પેશ્યલ ગિફ્ટ મળી છે. ભારતીય બૅટિંગ આઇકન વિરાટ કોહલીએ તેના માટે બે બૅટ ગિફ્ટ તરીકે મોકલ્યાં હતાં.
બૅટ સાથેના ફોટો શૅર કરીને ગુરબાઝે સોશ્યલ મીડિયાની પોસ્ટમાં લખ્યું કે ‘અદ્ભુત ભેટ માટે આભાર વિરાટ કોહલી. તું માત્ર મહાન હસ્તી જ નહીં, પરંતુ તમામ પેઢીઓ માટે પ્રેરણાસ્રોત છે.’ અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામેની એ યાદગાર મૅચમાં તેણે ૮૪ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમીને સુપર ઓવર્સમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.