WPLની ફાઇનલ મૅચ પહેલાં વિરાટ કોહલીએ RCBની ગર્લ્સ-ગૅન્ગને મોટિવેટ કરી હતી

07 February, 2026 07:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ ગઈ કાલે સ્ટાર બૅટર વિરાટ કોહલીનો એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલ પહેલાં સ્મૃતિ માન્ધના ઍન્ડ કંપનીને ટિપ્સ આપીને મોટિવેટ કરતો જોવા મળ્યો હતો.

વિરાટ કોહલી

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ ગઈ કાલે સ્ટાર બૅટર વિરાટ કોહલીનો એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલ પહેલાં સ્મૃતિ માન્ધના ઍન્ડ કંપનીને ટિપ્સ આપીને મોટિવેટ કરતો જોવા મળ્યો હતો. ફ્રૅન્ચાઇઝી સતત ત્રીજી વખત ટાઇટલ જીતી ત્યાર બાદ વિરાટ કોહલીએ આ ગર્લ્સ-ગૅન્ગનો ટ્રોફી-સેલિબ્રેશનનો ફોટો શૅર કરીને એક પોસ્ટ લખી હતી. એ પોસ્ટને ૧૦ મિલ્યન લાઇક મળી છે. 
વિરાટ કોહલીએ લખ્યું હતું કે ‘ફરી એક વાર ચૅમ્પિયન બનવું એટલે કે RCBનો ધ્વજ ઊંચો રાખવો અને એવું કંઈ કરવું જેના પર તમે બધા ગર્વ અનુભવી શકો. સ્મૃતિ અને સમગ્ર ટીમ મૅનેજમેન્ટને આ અદ્ભુત જીત બદલ અભિનંદન. તમે લોકો ચોક્કસપણે એના હકદાર છો. આ ક્ષણનો આનંદ માણો અને અમારા અદ્ભુત ચાહકો તરફથી મળનારા પ્રેમને અનુભવો.’

virat kohli royal challengers bangalore smriti mandhana cricket news womens premier league sports news sports