26 November, 2025 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલીની મુંબઈમાં એન્ટ્રી
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ૩૦ નવેમ્બરથી ૬ ડિસેમ્બર વચ્ચે રાંચી, રાયપુર અને વિશાખાપટનમમાં વન-ડે સિરીઝ રમાશે. આ વન-ડે સિરીઝ માટે સ્ટાર બૅટર વિરાટ કોહલી પોતાના ઑલમોસ્ટ કાયમી નિવાસ સ્થાન બની ગયેલા લંડન શહેરથી ભારત પરત ફર્યો છે. ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટ પર તેણે ખુશનુમા મૂડ સાથે એન્ટ્રી કરી હતી. ઍરપોર્ટ પર તેના ફોટો લેવા આવેલા ફોટોગ્રાફરોને તેણે ‘કૈસે હો, ઠીક હો?’ કહીને હાલચાલ પૂછ્યા હતા. ફોટો પડાવવા ઉત્સુક લોકો સાથે તેણે કારમાંથી ફરી ઊતરીને ધીરજપૂર્વક ફોટો-પોઝ પણ આપ્યો હતો.
ઇન્જર્ડ શ્રેયસ ઐયરે જિમમાં ટ્રેઇનિંગ શરૂ કરી
ભારતના સ્ટાર ક્રિકેટર શ્રેયસ ઐયરે હવે ક્રિકેટ રમવા માટે ફિટ બનવા માટેની તૈયારી શરૂ કરી છે. ઑસ્ટ્રેલિયાના સિડનીમાં છેલ્લી વન-ડે દરમ્યાન તેને બરોળમાં ગંભીર ઇન્જરી થઈ હતી. સિડનીની હૉસ્પિટલમાં સારવાર લીધા બાદ તે હાલમાં જ મુંબઈ પરત ફર્યો હતો. તેણે ગઈ કાલે જિમમાંથી પોતાનો ફોટો શૅર કરીને ફિટ બનવાની ટ્રેઇનિંગ શરૂ કરી હોવાની અપડેટ આપી હતી.