IPL પ્લેઑફ મૅચોમાં પહેલી વખત હીરો બનીને રેકૉર્ડ બાવીસમી વાર પ્લેયર ઑફ ધ મૅચ બન્યો કોહલી

02 June, 2026 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવારે IPL ફાઇનલમાં ગુજરાત સામે બૅન્ગલોરનો ઓપનર વિરાટ કોહલી ૪૨ બૉલમાં ૭૫ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.

IPL 2026ના પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ સાથે વિરાટ કોહલી

રવિવારે IPL ફાઇનલમાં ગુજરાત સામે બૅન્ગલોરનો ઓપનર વિરાટ કોહલી ૪૨ બૉલમાં ૭૫ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. IPLની પહેલી સીઝનથી રમતો વિરાટ કોહલી પ્લેઑફ/નૉકઆઉટની ૧૯ મૅચ રમ્યો છે, પરંતુ પહેલી વખત તે સીઝનના અંતિમ રાઉન્ડમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે. મહેન્દ્ર સિંહ ધોની (૧૮ વખત) અને રોહિત શર્મા (૨૧ વખત)ને પછાડીને વિરાટ કોહલી હવે IPLમાં સૌથી વધુ બાવીસ વખત પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો છે. તેના સાથી ખેલાડીઓ એ. બી. ડિવિલિયર્સ (૨૫ વખત) અને ક્રિસ ગેઇલ (૨૨ વખત) આ લિસ્ટના ટૉચના ખેલાડીઓ છે.

આ સીઝનના પર્પલ કૅપહોલ્ડરને બરાબર ઝૂડ્યો છે વિરાટ કોહલીએ 
IPL 2026માં વિરાટ કોહલીએ કૅગિસો રબાડા સામે ૪ મૅચમાં ૮૮ રન ફટકાર્યા હતા. વિરાટ કોહલી એક સીઝનમાં એક બોલર સામે સૌથી વધુ રન કરનાર ખેલાડી બન્યો છે. તેણે આ સાઉથ આફ્રિકન બોલર સામે ૧૪ ફોર અને ૪ સિક્સ પણ ફટકારી હતી.

 હું માનું છું કે અમે સીઝનમાં ૭ નહીં પણ ૧૪ હોમ મૅચ રમીએ છીએ. અમદાવાદમાં ગુજરાત હોમ-ટીમ છે, જોકે અહીં ૯૦ ટકા ફૅન્સ બૅન્ગલોરના હતા. આવી સ્થિતિ અન્ય ગ્રાઉન્ડ પર પણ છે.          - વિરાટ કોહલી

37 વર્ષ 207 દિવસ
આટલી ઉંમરે IPL ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મૅચ બનનાર બીજો ઓલ્ડેસ્ટ ખેલાડી બન્યો વિરાટ કોહલી. અનિલ કુંબલેએ ૩૮ વર્ષ ૨૧૯ દિવસની ઉંમરે ૨૦૦૯માં પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીત્યો હતો. 

virat kohli royal challengers bangalore IPL 2026 cricket news sports news