લિલી, થૉમસન, કોહલી... DGMOએ પ્રેસ કૉન્ફ્રેન્સમાં કેમ લીધા આ 3 ક્રિકેટરોના નામ?

12 May, 2025 07:47 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ પાકિસ્તાન પર જવાબી કાર્યવાહીનો રિપૉર્ટ રજૂ કરતા ક્રિકેટનું ઉદાહરણ આપ્યું. તેમણે વિરાટ કોહલીના ટેસ્ટ રિટાયરમેન્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ભારતી સેના દરેક મોરચે મજબૂત છે.

DGMO પ્રેસ બ્રીફિંગ (તસવીર સૌજન્ય મિડ-ડે)

લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ પાકિસ્તાન પર જવાબી કાર્યવાહીનો રિપૉર્ટ રજૂ કરતા ક્રિકેટનું ઉદાહરણ આપ્યું. તેમણે વિરાટ કોહલીના (Virat Kohli) ટેસ્ટ રિટાયરમેન્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ભારતી સેના દરેક મોરચે મજબૂત છે.

DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ (Lft. General Rajiv Ghai), ઍર માર્શલ એકે ભારતી (Air Marshal A. K. Bharti) અને નેવીથી વાઈસ એડમિરલ એએન પ્રસાદ (Neavy Vice Admiral A.N. Prasad) પ્રેસ બ્રીફિંગમાં પાકિસ્તાન પર જવાબી કાર્યવાહીનો રિપૉર્ટ રજૂ કર્યો છે. આ દરમિયાન ડિરેક્ટર મિલિટ્રી ઑપરેશન્સ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ ક્રિકેટનો (Cricket) ઉલ્લેખ કરતા 3 ઈન્ટરનેશનલ ક્રિકેટરોના નામ લીધા, જેમાં ભારતના વિરાટ કોહલી પણ સામેલ હતા. વિરાટ કોહલીના (Virat Kohli) ટેસ્ટ રિટાયરમેન્ટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે કેવી રીતે ભારતીય સૈનિકોએ (Indian Army) ત્રણેય વિભાગોમાં પોતાની મજબૂત પકડ બનાવી રાખી છે અને દુષ્ટ પાકિસ્તાનના (Pakistan) ધજાગરા ઉડાડી દીધા છે.

ઘઈએ પાકિસ્તાન (Pakistan) વિરુદ્ધ કરવામાં આવેલી જવાબી કાર્યવાહીને ક્રિકેટનું (Cricket) ઉદાહરણ આપીને સરળ ભાષામાં સમજાવતા કહ્યું- તમને આ ઉદાહરણ દ્વારા એક એસપેક્ટ હાઈલાઈટ કરાવવા માગું છું. મારા ખ્યાલથી 70નો દાયકો હતો. તે સમયે ઇંગ્લેન્ડ  (England) અને ઑસ્ટ્રેલિયા (Australia) વચ્ચે.. આજે ક્રિકેટની વાત પણ કરવી જોઈએ. કારણકે હું જોઈ રહ્યો હતો કે વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે.

વિરાટ કોહલીને પોતાનો પ્રિય ગણાવતા તેમણે આગળ કહ્યું- ઘણા ભારતીયોની જેમ, વિરાટ કોહલી પણ મારો પ્રિય છે. ...તો એશિઝ સિરીઝ 70ના દાયકામાં ચાલી રહી હતી. તે સમયે, ઓસ્ટ્રેલિયાના બે ફાસ્ટ બોલરો હતા, જે ક્રિકેટમાં મોટા નામ હતા. તેણે ઈંગ્લેન્ડના બેટ્સમેન અને તેમની બેટિંગ લાઇનઅપને બરબાદ કરી દીધી.

તેમણે આગળ કહ્યું- તે સમયે ઑસ્ટ્રેલિયાએ એક કહેવત બનાવી હતી. રાખથી રાખ સુધી ધૂળથી ધૂળ સુધી, જો થોમસન ને ના મળે તો, લીલી ને જરૂર મળશે. એટલે કે, રાખથી રાખ, ધૂળથી ધૂળ, જો તમને થોમસન (જેફ) ન મળે, તો તમારે એટલે કે લીલીએ મેળવવી જ પડશે. જો તમે આ સ્તરને જોશો તો તમને સમજાશે કે હું તમને શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું. તમને જણાવી દઈએ કે તે યુગમાં ડેનિસ લીલી અને જેફ થોમસનની ઘાતક બોલિંગ બેટ્સમેનોનું મનોબળ તોડવા માટે કુખ્યાત હતી.

ઘઈએ વધુમાં કહ્યું કે જો તમે (પાકિસ્તાન) બધી સિસ્ટમોમાંથી પસાર થઈ જાઓ, તો પણ આ લેયર ગ્રીડમાંથી કોઈપણ સિસ્ટમ તમને ઍરફિલ્ડ અથવા લોજિસ્ટિક ઇન્સ્ટોલેશન અથવા તમે જે પણ લક્ષ્ય બનાવી રહ્યા છો ત્યાં પહોંચતા પહેલા જ નીચે પાડી દેશે. તમે પાકિસ્તાનની જે દુર્દશા જોઈ, આપણું એરફિલ્ડ પાકિસ્તાનને દરેક રીતે નષ્ટ કરવા સક્ષમ છે.

pakistan virat kohli indian army australia england india national news cricket news directors general of military operations dgmo