ભારતમાં આયોજિત વન-ડે વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ પાકિસ્તાન વિમેન્સ ટીમ

19 April, 2025 10:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપમાં હાઇબ્રિડ મૉડલ લાગુ થશે, પાકિસ્તાની ટીમ ભારતની બહાર મૅચ રમશે

પ્રતીકાત્મક તસવીર

ભારત આ વર્ષે સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની યજમાની કરશે. આ વર્લ્ડ કપનાં અંતિમ બે સ્થાન માટે પાકિસ્તાનમાં નવથી ૧૯ એપ્રિલ દરમ્યાન છ ટીમ વચ્ચે વર્લ્ડ કપ ક્વૉલિફાયર્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન ટીમ પાકિસ્તાને પોતાની પહેલી ચારેય મૅચ જીતીને વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય કરી લીધું છે. વર્લ્ડ કપના અંતિમ સ્થાન માટેની ટીમ આજે અંતિમ દિવસે નક્કી થશે. પાકિસ્તાનની ટુર્નામેન્ટમાં એન્ટ્રી થતાં હવે આ વર્લ્ડ કપમાં હાઇબ્રિડ મૉડલ લાગુ થશે જેના કારણે પાકિસ્તાનની ટીમ ભારતની બહાર પોતાની મૅચ રમશે.

મેન્સ ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં હાઇબ્રિડ મૉડલના વિવાદ બાદ ક્રિકેટ ઇવેન્ટ વિશે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જે અનુસાર બન્ને દેશ વચ્ચેની મૅચ તટસ્થ સ્થળે રમાશે. બન્ને દેશ એકબીજાની ધરતી પર આયોજિત ઇવેન્ટ દરમ્યાન પોતાની મૅચ એ દેશની બહારના વેન્યુ પર  રમશે.

womens world cup pakistan world cup india cricket news sports news sports champions trophy international cricket council