28 November, 2026 01:51 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મધ્ય પ્રદેશના ભોપાલમાં આજે વિમેન્સ હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી 2026નો નિર્ણાયક દિવસ છે. સાંજે ૭ વાગ્યાથી ભારત અને ચીન વચ્ચે ગોલ્ડ મેડલ માટે ફાઇનલ મૅચ રમાશે. બપોરે ૪.૩૦ વાગ્યે મલેશિયા અને જપાનની ટીમ બ્રૉન્ઝ મેડલ એટલે કે ત્રીજા ક્રમ માટેની મૅચમાં ટકરાશે.
ગઈ કાલે સેમી-ફાઇનલ મૅચમાં ભારતે ૬-૨થી મલેશિયા સામે જીત મેળવી હતી. બે ગોલ કરનાર દીપિકા કુમારી સહિત પાંચ પ્લેયર્સે ભારત માટે ગોલ કર્યા હતા. ચીને ૧-૦થી જપાનને સેમી-ફાઇનલની જંગમાં માત આપી હતી.
૨૦૧૦થી રમાતી આ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત સતત ત્રીજું અને ઓવરઑલ ચોથું ટાઇટલ જીતવા માટે પ્રયાસ કરશે. ચીનની ટીમ ત્રણ વખત ફાઇનલ મૅચ રમી છે અને ત્રણેય મૅચ હારી હતી. ૨૦૧૬ અને ૨૦૨૪ની છેલ્લી સીઝનમાં ફાઇનલમાં ચીનની ટક્કર ભારત સામે જ થઈ હતી.
અન્ય ત્રણ વખતની ચૅમ્પિયન ટીમ સાઉથ આફ્રિકા આ વખતે ૬ ટીમો વચ્ચે પાંચમા ક્રમે રહી હતી. થાઇલૅન્ડની ટીમ એક પણ મૅચ જીત્યાં વગર પૉઇન્ટ-ટેબલમાં સૌથી તળિયાની ટીમ બની છે.