ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચીન સામે હારીને ભારતીય મેન્સ બૅડ્‍મિન્ટન ટીમે બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો

24 September, 2026 02:59 PM IST  |  Nagoya | Gujarati Mid-day Correspondent

એશિયન ગેમ્સ ૨૦૨૬ની સેમી-ફાઇનલમાં ભારતીય મેન્સ બૅડમિન્ટન ટીમ ડિફેન્ડિંગ ચીન સામે ૧-૩થી હારી અને બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી-ચિરાગ શેટ્ટીએ ભારતની એકમાત્ર જીત નોંધાવી હતી.

ભારતીય મેન્સ બૅડમિન્ટન ટીમ

ગઈ કાલે એશિયન ગેમ્સ 2026ની સેમી-ફાઇનલમાં ભારતીય મેન્સ ટીમને ડિફેન્ડિંગ ચીન સામે ૧-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી સીઝનમાં સિલ્વર જીતનાર ભારતીય મેન્સ ટીમને આ વખતે બ્રૉન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. 
ફાઇનલમાં ચીન સામે ભારત માટે એકમાત્ર મૅચ સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ જીતી હતી. એ સિવાય લક્ષ્ય સેન, આયુષ શેટ્ટી સિંગલ્સ મૅચ અને હરિહરન અમસાકરુનન-એમ.આર. અર્જુનની જોડી ડબલ્સની મૅચ હાર્યા હતા.

india china badminton news japan sports news sports