જપાનની આ મોસ્ટ બ્યુટિફુલ બૅડ્‍મિન્ટન ખેલાડીને ચીનાઓએ હેરાન કરી મૂકી છે

13 April, 2025 08:11 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

છેલ્લા ૧૮ મહિનામાં ચીનમાં દરેક સ્પર્ધા વખતે તેનો પીછો કરવામાં આવ્યો છે

ચિહારુ શિદા

જપાનની બૅડ્‍મિન્ટન ખેલાડી ચિહારુ શિદાએ જાહેરમાં તેના ચીની ચાહકોને તેની પ્રાઇવસી જાળવવા અને તેનો પીછો બંધ કરવા માટે જણાવ્યું છે. તેણે સોશ્યલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમના આવા વર્તનથી તે ખૂબ જ અસ્વસ્થ છે અને ડરી ગઈ છે. છેલ્લા ૧૮ મહિનામાં ચીનમાં દરેક સ્પર્ધા વખતે તેનો પીછો કરવામાં આવ્યો છે. તમારા સતત સમર્થન બદલ દરેકનો આભાર માનું છું, પણ હું તમામ ચાહકોને વિનંતી કરવા માગું છું કે દોઢ વર્ષથી પીછો કરવામાં આવી રહ્યો છે એ હવે બંધ થવો જોઈએ.

૨૭ વર્ષની ચિહારુ શિદાને ચીનમાં ચાહકો મોસ્ટ બ્યુટિફુલ બૅડ્‍મિન્ટન ખેલાડી તરીકે ઓળખે છે અને હાલમાં તે ચીનના નિંગબોમાં બૅડ્‍મિન્ટન એશિયા ચૅમ્પિયનશિપમાં ભાગ લઈ રહી છે. 
શિદા અને તેની સાથી નામી મત્સુયામાએ ૨૦૨૪ પૅરિસ ઑલિમ્પિક્સમાં મહિલા ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

sports news sports badminton news china japan Crime News Olympics