ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મેડિસન વિલ્સન કોરોનાગ્રસ્ત

22 September, 2021 02:51 PM IST  |  Mumbai | Agency

મેડિસન ટોક્યો ઑલિમ્પિકમાં પાવરફુલ ઑસ્ટ્રેલિયન વુમન ટીમમાં સામેલ હતી. તે ૪X૧૦૦ મીટર સ્ટાઇલમાં ગોલ્ડ અને ૪X૨00 મીટર ફ્રી રિલેમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મેડિસન વિલ્સન કોરોનાગ્રસ્ત

ઑસ્ટ્રેલિયાના ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ સ્વિમર મેડિસન વિલ્સનને કોવિડની ટ્રીટમેન્ટ માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ૨૭ વર્ષની મેડિસને કોરોના વાઇરસ ૅવેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા હતા. મેડિસનને ઇન્સ્ટાગ્રામ પર હૉસ્પિટલનો ફોટો અને વિડિયો અપલોડ કરીને લખ્યું હતું કે થોડો આરામ કર્યા બાદ ટૂંક સમયમાં કમબૅક કરીશ. મેડિસન ટોક્યો ઑલિમ્પિકમાં પાવરફુલ ઑસ્ટ્રેલિયન વુમન ટીમમાં સામેલ હતી. તે ૪X૧૦૦ મીટર સ્ટાઇલમાં ગોલ્ડ અને ૪X૨00 મીટર ફ્રી રિલેમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. મેડિસન ૨૦૧૬માં રિયો ઑલિમ્પિકમાં પણ રિલેમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતી હતી. 

sports news sports coronavirus covid19