પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારત પાસેથી મેડલ છીનવી શકે છે ભારતીય મૂળના આ પાંચ ખેલાડી

25 July, 2024 10:00 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

ટેનિસ ખેલાડી રાજીવ રામ, જિમ્નૅસ્ટ રાજ ભાવસાર, જિમ્નૅસ્ટ મોહિની ભારદ્વાજ અને સાઇક્લિસ્ટ અલેક્સી ગ્રેવાલ ભારતીય મૂળના એવા ખેલાડીઓ છે

શાંતિ પરેરા (ડાબે-ઉપર), રાજીવ રામ (ડાબે-નીચે), કનક ઝા (વચ્ચે), અમર ધેસી (જમણે-ઉપર), પ્રીતિકા પાવડે (જમણે-નીચે)

ટેનિસ ખેલાડી રાજીવ રામ, જિમ્નૅસ્ટ રાજ ભાવસાર, જિમ્નૅસ્ટ મોહિની ભારદ્વાજ અને સાઇક્લિસ્ટ અલેક્સી ગ્રેવાલ ભારતીય મૂળના એવા ખેલાડીઓ છે જેમણે અમેરિકા માટે અલગ-અલગ ઑલિમ્પક્સમાં મેડલ જીત્યા છે. પૅરિસ ઑલિમ્પિક્સમાં પણ ભારતીય મૂળના એવા ખેલાડીઓ રમશે જે ભારતીય ખેલાડીઓને હરાવીને મેડલ છીનવી પણ શકે છે. 

વિદેશી ટીમ માટે પૅરિસ આ‌ૅલિમ્પિક્સમાં આવેલા ભારતીય મૂળના ખેલાડી

રાજીવ રામ (ટેનિસ, USA) - બૅન્ગલોર
પ્રીતિકા પાવડે (ટેબલ ટેનિસ, ફ્રાન્સ) – પૉન્ડિચેરી
કનક ઝા (ટેબલ ટેનિસ, USA) - મુંબઈ
શાંતિ પરેરા (ઍથ્લેટિક્સ, સિંગાપોર) - કેરલા
અમર ધેસી (કુસ્તી, કૅનેડા) - પંજાબ 

Olympics paris india athletics united states of america bengaluru tennis news france puducherry mumbai singapore kerala canada punjab sports sports news