25 November, 2026 05:57 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દીપિકા કુમારીએ હૅટ-ટ્રિક ગોલ માર્યા હતા.
મધ્ય પ્રદેશના ભોપાલમાં આયોજિત વિમેન્સ હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી 2026ની સેમી-ફાઇનલમાં સ્થાન મેળવી ચૂકેલી ભારતીય ટીમે અજેય અભિયાન ચાલુ રાખ્યું છે.ગઈ કાલે ભારતે ચીન લામે ૬-૨થી જીત મેળવી હતી.ભારતીય ટીમે પ્રથમ હાફમાં જ ૫-૧થી શાનદાર લીડ નોંધાવી લીધી હતી. આ ટુર્નામેન્ટમાં ભારતની ચીન સામે સૌથી મોટી જીત હતી.અગાઉ ૨૦૧૩ની સીઝનમાં ભારતે ચીનને ૪-૨થી હરાવ્યું હતું. ભારતની જેમ જપાન પણ અજેય રહીને સેમી-ફાઇનલ માટે ક્વૉલિફાય થયું છે. આજે અંતિમ લીગ-સ્ટૅજ મૅચમાં બન્ને દેશોની ટક્કર થશે. બન્ને વચ્ચે પૉઇન્ટ-ટેબલમાં નંબર વન બનવાની જંગ જોવા મળશે.