મુંબઈમાં જૂન મહિનામાં રમાશે વિશ્વની પહેલી રગ્બી ફ્રૅન્ચાઇઝી લીગ

05 April, 2025 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ લીગમાં આર્જેન્ટિના, ગ્રેટ બ્રિટન સહિત રગ્બી રમતના પાવરહાઉસ ગણાતા ૭ દેશના ૩૦ ​ઇન્ટરનૅશનલ પ્લેયર્સ પણ ભાગ લેશે.

ગઈ કાલે બૉલીવુડ ઍક્ટર અને ભારતીય રગ્બી ફુટબૉલ યુનિયનના પ્રમુખ રાહુલ બોઝની હાજરીમાં રગ્બી ઇન્ડિયાએ લીગને લૉન્ચ કરી હતી.

મુંબઈ ફુટબૉલ અરીના આ વર્ષે જૂન મહિનામાં વિશ્વની પ્રથમ ફ્રૅન્ચાઇઝ આધારિત રગ્બી 7s લીગની યજમાની કરશે. ૧ જૂનથી ૧૫ જૂન દરમ્યાન આયોજિત આ લીગમાં મુંબઈ, દિલ્હી, બૅન્ગલોર, હૈદરાબાદ, ચેન્નઈ અને ભુવનેશ્વર આ છ શહેર આધારિત ફ્રૅન્ચાઇઝી રહેશે. આ લીગમાં આર્જેન્ટિના, ગ્રેટ બ્રિટન સહિત રગ્બી રમતના પાવરહાઉસ ગણાતા ૭ દેશના ૩૦ ​ઇન્ટરનૅશનલ પ્લેયર્સ પણ ભાગ લેશે. ગઈ કાલે બૉલીવુડ ઍક્ટર અને ભારતીય રગ્બી ફુટબૉલ યુનિયનના પ્રમુખ રાહુલ બોઝની હાજરીમાં રગ્બી ઇન્ડિયાએ લીગને લૉન્ચ કરી હતી.

mumbai football sports sports news national news