પોતાને મળેલો અવૉર્ડ અક્ષય કુમારે ફેંકી દીધો કચરાપેટીમાં?

01 April, 2025 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેલિબ્રિટીઝના ઘર પાસેની કચરાપેટીઓનો વિચિત્ર સર્વે : અજય દેવગનના ઘર પાસે દારૂની ખાલી બૉટલો મળી

અવૉર્ડ, દારૂની બૉટલો

સોશ્યલ મીડિયામાં કન્ટેન્ટ ક્રીએટર જાતજાતનાં ગતકડાં કરતા રહેતા હોય છે. આવા જ એક કન્ટેન્ટ ક્રીએટર સાર્થક સચદેવાએ એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે સેલિબ્રિટીઝના ઘરનો કચરો ચેક કર્યો હતો. આ વિડિયોમાં અલગ-અલગ સેલિબ્રિટીના ઘરમાંથી ચોંકાવનારી વસ્તુઓ મળી હતી.

આ વિડિયોમાં દર્શાવવામાં આવ્યું હતું કે જ્યારે કન્ટેન્ટ ક્રીએટરે બાંદરામાં આવેલા સલમાન  ખાનના ગૅલૅક્સી અપાર્ટમેન્ટ સામેનું ડસ્ટ-બિન ખોલ્યું તો એમાંથી રાઇસની ખાલી થેલીઓ મળી આવી હતી. આ પછી અજય દેવગનના ઘરની સામેનું ડસ્ટબિન ચૅક કર્યું તો એમાંથી ચૉકલેટ્સ, તમાકુ અને બીજા સ્નૅક્સની સાથે-સાથે દારૂની ખાલી બૉટલ્સ પણ મળી આવી હતી.

જોકે સાર્થકને સૌથી ચોંકાવનારી વસ્તુ અક્ષય કુમારના ઘર પાસેના ડસ્ટબિનમાંથી મળી હતી. આમાંથી તેને નાળિયેરનાં છોતરાં, નકામી સ્ક્રિપ્ટ તેમ જ તેને ક્યારેક એનાયત થયેલો જૂનો અવૉર્ડ મળી આવ્યો હતો.

આ સિવાય સાર્થકને સચિન તેન્ડુલકર અને શ્રદ્ધા કપૂરના ઘર પાસેની કચરાપેટીમાંથી પાણીની બૉટલ્સ, ઇઅરફોન અને ઍરપૉડ્સ જેવી વસ્તુઓ મળી આવી હતી.  

akshay kumar ajay devgn Salman Khan sachin tendulkar viral videos social media youtube bollywood bollywood gossips bollywood news bollywood buzz entertainment news