`વેલકમ ટુ ધ જંગલ` સાથે ટક્કર ટાળવા બદલાઈ `ધમાલ 4`ની રિલીઝ-ડેટ

18 May, 2026 10:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ હવે ૩ જુલાઈને બદલે ૧૭ જુલાઈએ રિલીઝ થશે

`વેલકમ ટુ ધ જંગલ`નું પોસ્ટર

બે મોટી ફિલ્મો એકસાથે રિલીઝ થાય છે ત્યારે બન્નેમાંથી કોઈ ફિલ્મને કંઈક નુકસાન થાય જ છે. આ કારણે મોટા ભાગના મેકર્સ ક્લૅશથી બચવાનો પ્રયાસ કરે છે. હવે આવી જ પરિસ્થિતિ ‘ધમાલ 4’ સાથે સર્જાઈ છે. હકીકતમાં અજય દેવગનની કૉમેડી ફિલ્મ ‘ધમાલ 4’ આ વર્ષે ૩ જુલાઈએ રિલીઝ થવાની હતી, પરંતુ ફિલ્મની રિલીઝ પહેલાં જ અક્ષય કુમાર પોતાની ટીમ સાથે આ જ તારીખે ‘વેલકમ ટુ ધ જંગલ’ લઈને આવી રહ્યો છે.

‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘ધમાલ 4’ બન્ને કૉમેડી ફિલ્મો છે અને બન્ને હિટ ફ્રૅન્ચાઇઝીનો હિસ્સો છે. આ સંજોગોમાં મોટું જોખમ લેવાની જગ્યાએ ‘ધમાલ 4’ની રિલીઝ-ડેટ ૧૫ દિવસ આગળ ધપાવી દેવામાં આવી છે. હવે આ ફિલ્મ ૧૭ જુલાઈએ રિલીઝ થશે.

અજયના આ નિર્ણયને પગલે  ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘ધમાલ 4’ હવે બૉક્સ-ઑફિસ પર ટકરાશે નહીં. રિપોર્ટ મુજબ અજય દેવગન અને અક્ષય કુમારે આ મુદ્દે વાતચીત કરી હતી અને બન્ને ફિલ્મોને સિનેમાઘરોમાં યોગ્ય તક મળે એ માટે આ પ્લાન બનાવ્યો છે.

upcoming movie box office akshay kumar ajay devgn ahmed khan indra kumar entertainment news bollywood bollywood news