અક્ષય કુમારની અજય દેવગન માટે ખાસ અંદાજમાં બર્થ-ડે વિશ

03 April, 2026 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયે સોશ્યલ મીડિયા પર બન્નેનો સાથે હોય એવો ફોટો શૅર કર્યો

અક્ષય આ ફોટોમાં અજયના ગાલ પર કિસ કરતો જોવા મળે છે

ગઈ કાલે અજય દેવગનની ૫૭મી વર્ષગાંઠના પ્રસંગે અક્ષય કુમારે તેને ખૂબ જ ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા આપી હતી. અક્ષયે સોશ્યલ મીડિયા પર બન્નેનો સાથે હોય એવો ફોટો શૅર કર્યો. અક્ષય આ ફોટોમાં અજયના ગાલ પર કિસ કરતો જોવા મળે છે. ફોટો સાથે અક્ષયે લખ્યું કે અમારી મિત્રતા એટલી જૂની છે કે પ્રેમ તો હોવાનો જ. અક્ષયનો સંદેશ ફૅન્સને ખૂબ જ ગમ્યો.
આ સિવાય કરીના કપૂરે પણ અજય દેવગનને ખાસ મેસેજ સાથે શુભેચ્છા આપી. તેણે અજય સાથેનો ફોટો શૅર કરીને લખ્યું, ‘હૅપી બર્થ-ડે સિંઘમ, ઘણો પ્રેમ.’

ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ પણ અજય દેવગન માટે ખાસ પોસ્ટ શૅર કરી. તેણે સેટ પરના ઘણી મોમેન્ટ્સનો વિડિયો શૅર કર્યો જેમાં ૧૯૯૦ના દાયકાથી લઈને આજ સુધીની તેમની મિત્રતા અને સાથે કરેલાં કામની ઝલક જોવા મળી.

કાજોલની હળવી મજાક

અજય દેવગનના જન્મદિવસ પર અનેક સેલિબ્રિટીઓ અને ચાહકોએ શુભેચ્છાઓ આપી તો પત્ની કાજોલે પણ મજેદાર અંદાજમાં શુભેચ્છા આપી. કાજોલે સોશ્યલ મીડિયામાં અજયની તસવીર સાથે લખ્યું કે ‘એક સમય એવો આવે છે જ્યારે કેક પરની મીણબત્તીઓ ઉજવણી કરતાં વધુ આગ લાગવાના જોખમ જેવી લાગે છે અને કદાચ હવે તું એ સ્ટેજ પર પહોંચી ગયો છે. હૅપી બર્થ-ડે અને તને હંમેશાં કેક મળતી રહે.’ 

ajay devgn akshay kumar happy birthday social media entertainment news bollywood bollywood news kajol rohit shetty