✕

બૉલીવુડની બ્યુટીઝ અર્થશૉટ પ્રાઇઝ અવૉર્ડ્‍સમાં છવાઈ ગઈ

19 November, 2026 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિવાય સંગીતકાર શાશ્વત સચદેવ અને મહિલા હિપ-હૉપ ગ્રુપ ‘વાઇલ્ડ વાઇલ્ડ ‌વિમેન’એ પણ સ્ટેજ પર પર્ફોર્મ કર્યું હતું. આ ખાસ ફંક્શનમાં રકુલ પ્રીત સિંહ, ખુશી કપૂર, ભૂમિ પેડણેકર, ઈશાન ખટ્ટર, મીરા રાજપૂત, મલાઇકા અરોરા, મૌની રૉય, ડાયના પેન્ટી, નિમ્રત કૌર.

આ‌લિયા ભટ્ટ, રકુલ પ્રીત સિંહ અને ભૂમિ પેડણેકર

જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં મંગળવારે યોજાયેલા ‘ધ અર્થશૉટ પ્રાઇઝ અવૉર્ડ્‍સ 2026’માં બૉલીવુડના જાણીતા કલાકારો, ફૅશન-ડિઝાઇનર્સ અને ગાયકોએ હાજરી આપીને સમારોહની શોભા વધારી હતી. પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટની હાજરી વચ્ચે યોજાયેલા આ સમારોહમાં કરણ જોહર, આલિયા ભટ્ટ, સોનમ કપૂર, રકુલ પ્રીત સિંહ સહિત અનેક જાણીતી હસ્તીઓ ગ્રીન કાર્પેટ પર જોવા મળી હતી.

આ સમારોહનું સંચાલન કરણ જોહરે કર્યું હતું અને આલિયાએ પાંચમાંથી એક અર્થશૉટ અવૉર્ડ એનાયત કર્યો હતો. આ પ્રસંગે તેણે રિતુ કુમાર દ્વારા ડિઝાઇન કરેલું બ્લૅક અને ગોલ્ડન એમ્બ્રૉઇડરીવાળું સ્ટ્રૅપલેસ ગાઉન પહેર્યું હતું. સોનમે પણ અવૉર્ડ-પ્રેઝન્ટર તરીકે ભાગ લીધો હતો. તે લીલા રંગની સાડી અને ભારે એમ્બ્રૉઇડરીવાળા એમરલ્ડ જૅકેટમાં જોવા મળી હતી. આ સમારોહમાં શ્રેયા ઘોષાલે લાઇવ મ્યુઝિકલ પર્ફોર્મન્સ આપ્યો હતો. આ સિવાય સંગીતકાર શાશ્વત સચદેવ અને મહિલા હિપ-હૉપ ગ્રુપ ‘વાઇલ્ડ વાઇલ્ડ ‌વિમેન’એ પણ સ્ટેજ પર પર્ફોર્મ કર્યું હતું. આ ખાસ ફંક્શનમાં રકુલ પ્રીત સિંહ, ખુશી કપૂર, ભૂમિ પેડણેકર, ઈશાન ખટ્ટર, મીરા રાજપૂત, મલાઇકા અરોરા, મૌની રૉય, ડાયના પેન્ટી, નિમ્રત કૌર, તમન્ના ભાટિયા, તૃપ્તિ ડિમરી તેમ જ શનાયા કપૂર જેવા સ્ટાર્સે હાજરી આપી હતી.

jio fashion news fashion alia bhatt sonam kapoor bhumi pednekar rakul preet singh prince william karan johar mumbai indian music entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood events bollywood